જીએસટી તત્રં ઝુકયું: આડેધડ નોટિસો પાછી ખેંચી

  • October 11, 2023 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેવટે વેપારી ઉધોગકારોને મોટી રાહત મળી છે અને આડેધડ નોટીસો ફટકારનાર જીએસટી ડીપાર્ટમેન્ટે ્રઆ નોટીસો પરત ખેંચી છે અને આ બાબતે નવી એડવાઈઝરી જાહેર કરી છે. વેપારીઓ અને ઉધોગકારોની વ્યથાને વાચા આપનાર આજકાલના અહેવાલનો પડઘો પડયો છે. નાની મોટી વિસંગતતાઆનેે લઈને જીએસટી દ્રારા ઢગલાબધં નોટીસો ફટકારવામાં આવી હતી. આ બાબતને લઈને કરદાતાઓમાં કચવાટ ફેલાયો હતો. વેપારી મંડળો, ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્રારા આ અંગે નાણામંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. સાથોસાથ કરદાતાઓએ તેમના આ પ્રશ્નને આજકાલ સમક્ષ પણ રજુ કર્યેા હતો અને આજકાલ દ્રારા તબકકાવાર સમાચાર દ્રારા ડીપાર્ટમેન્ટ સુધી પહોંચાડયા હતા.


આજે જીએસટી ડીપાર્ટમેન્ટે આ બાબતે એડવાઈઝરી જાહેર કરી છે. વર્ષ ૨૦૧૭–૧૮ના કેસમાં ક્રુટીની ઓડીટ અને એડવાઈઝરી, સમન્સની ચકાસણી થઈ છે તેમ છતાં જે નોટીસ ફરીથી ઈસ્યુ કરવામાં આવી હતી તેમાં ડ્રોપ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ એડવાઈઝરીમાં જે કેસમાં ઓડીટની કામગીરી થઈ છે તેવા કેસમાં ફરીથી આઈઆઈટી બીગ ડેટા દ્રારા આપવામાં આવેલી નોટીસો ડ્રોપ કરવાની રહેશે, રીટર્ન સ્ક્રુટીની કામગીરી થઈ છે તે કેસમાં આપવામાં આવેલી નોટીસ ડ્રોપ થશે. જે કેસમાં સમન્સ કે એડવાઈઝરી આપી હોય તેવા કેસમાં મુદ્દા પુરતી નોટીસ ડ્રોપ થશે. ઈન્વેસ્ટીંગેશન કાર્યવાહીના પરિણામે વર્ષ ૨૦૧૭–૧૮ માટે કાર્યવાહી ચાલુ છે તેવા કેસમાં કલમ ૭૪ હેઠળ કાર્યવાહી કરી હોય તે કિસ્સામાં ઓથોરીટીને જાણ કરી નોટીસ ડ્રોપ કરવી.


આ ઉપરાંત એડવાઈઝરી અંતર્ગત વિવિધ ખુલાસા જીએસટી ડીપાર્ટમેન્ટે આપ્યા છે. વધુમાં એવી માહિતી આપવામાં આવી છે કે, જે કિસ્સામાં કરદાતાઓ પાસેથી લેખીત જવાબ મેળવવા નહીં રહે અને અનેક કરદાતાઓને રૂબરૂ પણ બોલાવવામાં રહેશે નહીં. જે નોટીસને રદબાતલ કરવામાં આવી છે તે કરદાતાને ડીપાર્ટમેન્ટે જાણ કરવી અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પહોંચે તે દરકે અધિકારીને અંગત કાળજી રાખવા માટે પણ જીએસટી ડીપાર્ટમેન્ટે તાકીદ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application