આજકાલ પ્રતિનિધિ-ભાવનગરવોટ્સએપ પર લીંક મોકલી ટાસ્ક પુરી કરશો તો માતબર રકમ કમાશો તેવી લાલચ આપનારા ગઠીયાએ શિક્ષકને પહેલા કમીશન પેટે રૂા.૮ હજાર આપ્યા બાદ તેની સામે વિવિધ ચાર્જીસના બહાના હેઠલ રૂા.૧૧, ૦૦, ૦૦૦ ની રકમ મેળવી ઠગાઈ કરતા સાઇબર ક્રાઇમ પોલીસે આ બનાવ અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અમીત વલ્લભભાઈ મકવાણા (રહે.આનંદનગર)એ નોંધાવેલી ફરિયાદમાં પ્રમાણે હાલ તે અમદાવાદ ખાતે સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અગાઉ તે ભાવનગર ખાતે એમ.એન. કાકડીયા સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રકમ જમા કરાવવાનું અને પછી કમીશન આપવામાં આવશે
માર્ચ મહિનામાં તેના વોટ્સએપમાં એમેઝોન કોમર્સ સર્વિસના નામથી એક મેસેજ આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતુ કે, જો તમે પ્રોડક્ટ પ્રમોટ કરશો તો કમિશન મળશે. ફરિયાદીએ રસ દાખવતા ભેજાબાજ શખ્સોએ ફરિયાદીને ટેલીગ્રામ ગૃપ જોઇન કરાવ્યું હતું અને વિવિધ ટાસ્ક આપવામાં આવી હતી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેને ચાર ફ્રી ટાક્સ અને એક પેઇડ ટાસ્ક આપવામાં આવતી હતી.
તેને ભેજાબાજ શખ્સોએ કમીશન પેટે રૂા.૮, ૦૦૦ પણ ચૂકવ્યા હતા, જો કે ત્યાર બાદ તેને પહેલા
કહેવામાં આવતાં અગાઉ કમીશન આપવામાં આવ્યું હોવાના કારણે તેણે વિશ્વાસ રાખી રૂા. ૧૧, ૦૦, ૦૦૦ લાખ બે બેંક એકાઉન્ટ મારફતે ગઠીયાઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતા. જો કે, ત્યાર બાદ તેની રકમ વિડ્રો કરવા માટેની વાત કરતા ગઠીયાઓ વધુ પૈસા જમા કરાવવાનું કહેતા હતા. આમ, તેની સાથે રૂા.૧૦, ૯૨, ૦૦૦ની છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech