સોફટવેર કંપનીમાં રોકાણમાં નફા પર ૫૦ ટકા આપવાની લાલચ આપી આસોપલવ એપાર્ટમેન્ટમાં રહેતા શખસે નાના મવા ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા કારખાનેદાર સાથે .૪૮ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.શહેરના નાના મવા મેઈન રોડ ન્યુ ગાંધી સોસાયટી શેરી નં.૧૦ માં રહેતાં દીલીપભાઈ રસીકભાઈ લુણાગરીયા (ઉ.વ.૩૬) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જય ઉર્ફે જયસુખ હરી સાકરીયા (રહે. આસોપાલવ એપાર્ટમેન્ટ, ગાંધી સ્કૂલની પાસે, નાના મવા મેઈન રોડ) નું નામ આપ્યું છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ આજી જી.આઈ.ડી.સી. નજીકમાં આવેલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગંજાનદં એન્ટરપ્રાઇઝના નામે એલ્યુમીનીયમની ભઠ્ઠી ધરાવે છે. દશેક વર્ષ પહેલા તેના મોટા ભાઈ કેયુરભાઈ રસિકભાઈ લુણાગરીયા માર્કેટીંગનુ અગાઉ કામકાજ કરતા હોય અને તેઓની સાથે જયભાઈ ઉર્ફે જયસુખ સાકરીયા તેની પાર્ટનશીપમાં હતાં. હાલમાં તે તેની પત્નિ નીબેન જયસુખ સાકરીયાના નામે કયુફોન પ્રા.લી કંપનીની ઓફીસ નિકોલ અમદાવાદમાં ધરાવે છે. કંપનીના પાર્ટનરો નીબેન સાકરીયા, ઉમગં કોટડીયા , સ્મીતાબેન રમેશભાઈ ફીડોલીયા છે.
ત્રણેક વર્ષ પહેલા જયભાઇ ઉફે જયસુખની નાનામવા નજીક ઘર અને ઓફીસ આવેલી હોય ત્યાં તેઓ તેના મોટાભાઈ સાથે ધંધા માટે મળેલા તે વખતે જયભાઈએ જણાવેલ કે, કયુફોન પ્રા.લી. નામની કંપની હત્પં ધરાવુ છુ, તે સોટવેર કંપની છે, કંપની ગેમીંગ એપ્લીકેશન બનાવે છે અને તે એપ્લીકેશન ગુગલમાં પ્રમોટ કરવામાં આવે છે. તમે અમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો તમારા રોકાણ ઉપર જે નફો થશે તે નફામાં ૫૦ ટકા તમોને નફો આપીશ અને તમારે પીયાની જરીયાત ઉભી થાય ત્યારે તમો બે માસ અગાઉ કહેજો તો હત્પં તમોને તમારા રોકાણના પીયા પરત આપી દઇશ તેવી મૌખીક શરત તેમની સાથે નકકી કરેલ હતી.જે બાબતે બંને વચ્ચે કોઇ લેખીત એમ.ઓ.યુ કે સમજુતી કરાર થયેલ નહીં, જય પર વિશ્વાસ અને ભરોસો રાખી તેમની સાથે લેખીત કરાર કરેલ નહીં, ત્યારબાદ કટકે કટકે કરી કુલ .૫૦ લાખ આરોપી જય સાકરીયાને બેંક ટ્રાન્સફર કરી આપ્યા હતાં.
ત્યારબાદ પીયાની જરિયાત ઉભી થતાં ફેબ્રુઆરી ૨૦૨૪ માં જયને જણાવેલ કે, મારે પીયાની જર છે તો તમારી કંપનીમાં જે પીયાનુ ઇન્વેસ્ટ કરેલ છે તે પીયા મને પરત આપી દો.બાદમાં આરોપીએ .૨ લાખ પરત આપ્યા હતાં.બાકીની રકમ માટે વાયદાઓ કર્યે રાખતો હતો.તા.૧૧૦૫૨૦૨૪ ના આરોપીનો ફોન આવેલ અને મળવા માટે બોલાવતાં તેઓ નાનામવા રોડ ઉપર મારવાડી ગેઇટ પાસે ભેગા થયેલ હતા અને આરોપી પાસે બાકી રહેલા .૪૮ લાખ માંગતા તેણે પીયા આપવાની ના પાડતા કહેલ કે, હવે તારા પૈસા ભુલી જાજે અને મને ફોન કરતો નહી તો હવે મજા નહી આવે તેવી ધમકી આપી હતી.જેથી અંતે કારખાનેદાર દ્રારા .૪૮ લાખની છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી છે.તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech