તુર્કીમાં અભ્યાસ કરવા ગયેલા ચાર ગુજરાતીઓના ભયાનક કાર અકસ્માતમાં મોત

  • July 05, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દુનિયાનો કોઈ એવો ખૂણો બાકી ન હોય જ્યાં ગુજરાતી પહોંચ્યો ન હોય. તેમાં પણ ફરવાના શોખીન ગુજરાતીઓ હવે અનેક દેશોમાં પહોંચી ગયા છે. ત્યારે તુર્કી દેશમાં એક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તુર્કી માં અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ગુજરાતી યુવતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. જ્યાં કિરેનીયા પાસે કારને અકસ્માત સર્જાતા યુવતી સહિત ચારેય ગુજરાતીઓના મોત નિપજ્યા છે.જેમાં અંજલી મકવાણા,પ્રતાપ ભુવાભાઈ કારાવદરા,જયેશ અગાથ,પુષ્ટિ હીનાબેન પાઠકનો સમાવેશ થાય છે

પ્રાપ્ત માહિતી અનુસાર, વડગામ તાલુકાના ભોગરોડિયા ગામની 21 વર્ષીય યુવતી અંજલી મકવાણા છેલ્લાં એક વર્ષથી તુર્કીમાં અભ્યાસ અર્થે રહેતી હતી. તે તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી. ગત રોજ રજાનો દિવસ હોવાથી તે તેના અન્ય ગુજરાતી મિત્ર સાથે કાર લઈને ફરવા નીકળી હતી. ચારેય મિત્રો અંજલી, પ્રતાપ, જયેશ અને પુષ્ટિ કારમાં સવાર હતા ત્યારે તેઓ કિરેનિયા નજીક હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે એક પૂરઝડપે આવેલી કાર સામેથી ટકરાઈ હતી. જેમાં ચારેય મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application