પાંચટોબરા શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓ અને શિક્ષકનું સુરત ખાતે કરાયું સન્માન

  • September 04, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત ખાતે  વૃંદાવનફાર્મ માં ગારિયાધાર તાલુકા ના પાંચટોબરા ગામ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક કિરીટભાઈ ગુજરાતી નું સન્માન કરવામાં આવ્યું હતું. કિરીટભાઈ એ  ગામ માં દસ વર્ષ ઉત્તમ સેવાઓ આપી હતી.હાલ તેઓ સમિતિ ની શાળા નંબર  ૨૭૨ માં ફરજ બજાવે છે. આ સમારોહ માં રામજીભાઈ ઈટાલીયા, ભગવાનભાઈ કોશિયા અને વિચારક વલ્લભભાઈ ઈટાલીયા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કિરીટભાઈ એ જણાવ્યું હતું કે કરેલા કર્મ નું આ ફળ મળ્યું છે. વલ્લભભાઈ ઈટાલિયા એ જીવન જીવવાની છ જડીબુટ્ટી ની વાત કરી સહુ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ ના અંતે ભોજન સમારોહ અને ગરબાનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ નું સફળ સંચાલન જાણીતા શબ્દ સારથિ જીતુ મકવાણા એ કર્યું હતું.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application