ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સ રોબોટસ માત્ર ત્વચાને સ્પર્શ કરીને માનવ લાગણીઓને સમજી શકશે. આ દાવો જાપાની વૈજ્ઞાનિકોના નવા સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધનમાં ત્વચાના વાહકતાનો ઉપયોગ કરીને વિવિધ લાગણીઓની પેટર્ન ઓળખવામાં આવી હતી. સંશોધકોનું કહેવું છે કે રોબોટસ માટેની આ ટેકનોલોજી પરંપરાગત ઈમોશન એનાલિસિસ પદ્ધતિઓ કરતાં વધુ સચોટ હોઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, ટોકયો મેટ્રોપોલિટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મનુષ્યના અલગ–અલગ મૂડને શોધવા માટે ત્વચાની વાહકતાનો ઉપયોગ કર્યેા હતો. વાહકતા એ દર્શાવે છે કે ત્વચા ઊર્જાના પ્રવાહને કેટલી અસરકારક રીતે પ્રસારિત કરે છે. આ વાહકતા પરસેવો અને ચેતા પ્રવૃત્તિને કારણે બદલાય છે. આ માનવ મનની વિવિધ અવસ્થાઓ દર્શાવે છે. એઆઈ દ્રારા રોબોટમાં આ પરિસ્થિતિઓનો ડેટા ફીડ કરીને, તે તેને સમજી શકશે.
સંશોધકો કહે છે કે ચહેરાની ઓળખ અને વોઈસ એનાલીસીસ જેવી પરંપરાગત લાગણી એનાલીસીસ ટેકનીક ઘણીવાર અચોક્કસ પરિણામો લાવી શકે છે. ત્વચાની વાહકતા એક સારો વિકલ્પ બની શકે છે, જે વાસ્તવિક સમયમાં લાગણીઓને કબજે કરવામાં સક્ષમ છે. સંશોધનમાં, ૩૩ સહભાગીઓની લાગણીઓમાં થતા ફેરફારો પર તેમને અલગ–અલગ વીડિયો (ખુશી, ઉદાસી, ડર વગેરે) બતાવીને ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. આ સંશોધન રોબોટિકસના ક્ષેત્રમાં મોટી છલાંગ સાથે માનવીય લાગણીઓને સમજવાની દિશામાં પણ એક નવું પગલું છે. આ દવા, ટેકનીકલ સહાય અને માનવ–મશીન ઇન્ટરફેસ માટે નવી શકયતાઓ ખોલી શકે છે. સંશોધકો કહે છે કે ત્વચાની વાહકતા અંગેની સમજણમાં વધારો થવાથી રોબોટસ માનવીઓ સાથે ભાવનાત્મક રીતે વાતચીત કરવાની રીતને વધુ શુદ્ધ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ હવે ભારતીયો દ્વારા યુએસથી મોકલાતા પૈસામાંથી ટેક્સ કાપશે
May 17, 2025 10:26 AMજ્યોર્જિયા મેલોનીને ઘુટણીએ બેસી અલ્બેનિયાના પીએમએ આવકાર્યા
May 17, 2025 10:16 AMGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech