અમેરિકાએ હવે પનામા નહેર પર કબજો કરી લેવો પડશે: ટ્રમ્પ

  • December 23, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા કેનાલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે પનામામાંથી પસાર થતા અમેરિકન જહાજો પાસેથી અયોગ્ય ફી વસૂલવામાં આવે છે, જેને જોઈને લાગે છે કે અમેરિકાએ હવે નિયંત્રણ પાછું પોતાના હાથમાં લઈ લેવું પડશે. પરંતુ ટ્રમ્પના આ નિવેદન બાદ હવે પનામાના રાષ્ટ્ર્રપતિએ પ્રતિક્રિયા આપી છે.
પનામાના રાષ્ટ્ર્રપતિ જોસ રાઉલ મુલિનોએ ટ્રમ્પની ટિપ્પણીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે પનામામાંથી પસાર થતા જહાજો પાસેથી વસૂલવામાં આવતી ફી નિષ્ણાતો દ્રારા નક્કી કરવામાં આવે છે. મુલિનોએ કહ્યું કે કેનાલનો દરેક ભાગ પનામાનો છે અને તે અમારો જ રહેશે.
ટ્રમ્પે કહ્યું હતું કે અમારા નેવી અને બિઝનેસમેન સાથે ખૂબ જ અન્યાયી વ્યવહાર કરવામાં આવ્યો છે. પનામા દ્રારા લેવામાં આવેલી ફી હાસ્યાસ્પદ છે. આવી બાબતો તાત્કાલિક બધં કરવી જોઈએ. જો પનામા કેનાલ સુરક્ષિત, કાર્યક્ષમ અને ભરોસાપાત્ર રીતે ચલાવવામાં નહીં આવે, તો અમે માંગ કરીશું કે પનામા કેનાલ સંપૂર્ણ રીતે અમને પરત કરવામાં આવે.
ટ્રમ્પે કહ્યું કે જો નૈતિક અને કાયદાકીય બંને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો અમે પનામા કેનાલને શકય તેટલી વહેલી તકે અમેરિકાને પરત કરવાની માંગ કરીશું.
પનામા કેનાલનું વિશ્વભરના ભૌગોલિક રાજકારણમાં ઘણું મહત્વ છે. આ ૮૨ કિલોમીટર લાંબી નહેર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. એવું કહેવાય છે કે વિશ્વનો છ ટકા દરિયાઈ વેપાર આ નહેર દ્રારા થાય છે. આ નહેર અમેરિકા માટે ઘણું મહત્વ ધરાવે છે. અમેરિકાનો ૧૪ ટકા વેપાર પનામા કેનાલ દ્રારા થાય છે. પનામા કેનાલ મારફતે અમેરિકાની સાથે દક્ષિણ અમેરિકાના દેશોની પણ મોટી સંખ્યામાં આયાત–નિકાસ થાય છે. એશિયાથી કેરેબિયન દેશમાં માલ મોકલવો હોય તો પનામા કેનાલમાંથી જહાજો પસાર થાય છે. જો પનામા કેનાલ કબજે કરવામાં આવે તો વિશ્વની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનો ભય છે.
પનામા કેનાલનું નિર્માણ ફ્રાન્સ દ્રારા ૧૮૮૧માં શ કરવામાં આવ્યું હતું, પરંતુ ૧૯૦૪માં અમેરિકાએ આ નહેર બનાવવાની જવાબદારી લીધી અને ૧૯૧૪માં આ નહેરનું નિર્માણ અમેરિકાએ પૂં કયુ. આ પછી પનામા કેનાલ પર અમેરિકાનું નિયંત્રણ હતું, પરંતુ વર્ષ ૧૯૯૯માં અમેરિકાએ પનામા કેનાલનો કંટ્રોલ પનામા સરકારને સોંપી દીધો. તે હવે પનામા કેનાલ ઓથોરિટી દ્રારા સંચાલિત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application