શહેરના અવધ રોડ પર ડેકોરા હેબિટેડમાં આવેલા તબીબના લેટમાંથી બે શખસો હોસ્પિટલના .૬.૬૦ લાખની કિંમતના મશીનો ચોરી કરી ગયા હતા. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ કરી ગણતરીની કલાકોમાં ચોરીના આ બનાવનો ભેદ ઉકેલ હોસ્પિટલના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા આ તમામ મશીનો કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પરની નંદનવન સોસાયટીમાં રહેતા દીપભારતી ગોસાઈ(ઉ.વ ૨૮) દ્રારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સાધુવાસવાણી રોડ પર આવેલી શાંતિ મળતી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે નોકરી કરે છે. તારીખ ૩૧ ઓકટોબરના રાત્રે તેમને જાણવા મળ્યું હતું કે, ડોકટર નીરલ મહેતાના લેટમાં બે શખસો હોય તેના નામથી આઠ ઓટો કોન્સનટ્રેટર મશીન અને એક બાયોપેપ મશીન લઈ ગયા છે. જેથી તેને ડોકટરે આ મશીન લેવા મોકલ્યા હશે તેવું માન્યું હતું તે વખતે ડોકટર અમેરિકા હોય ત્યાંથી પરત આવ્યા બાદ તેમણે પૂછતા તેમણે આ મશીન ફલેટે લેવા કોઈને મોકલ્યા ન હોવાનું કહ્યું હતું. ફલેટની ચાવી ફરિયાદી પાસે અને હોસ્પિટલના કર્મચારીઓ પાસે રહેતી હોય તેવી હકીકત સાથે તેમણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પિયા ૬.૬૦ લાખના ૯ મશીન ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની આ ઘટનાને લઇ યનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમ.જી.વસાવાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જી.ડોડીયા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ચોરીની આ ઘટનામાં પ્રથમથી જ જાણભેદુનો હાથ હોવાની શંકાસેવાઇ રહી હોય પોલીસે તે દિશામાં તપાસ કરી શ કરી હતી. દરમિયાન એએસઆઈ જગમાલભાઈ ખટાણા, કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ ચોરી પ્રકરણમાં પોલીસે આરોપી વિશાલ ઉર્ફે અર્જુન વાલજીભાઈ વાઘેલા (ઉ.વ ૨૧ રહે. મુરલીધર ચોક પાસે, નટરાજનગર આવાસ યોજના, લેટ નંબર ૩૧૧), કરણ ધીભાઈ વાળા (ઉ.વ ૨૨ રહે. સાધુવાસવાણી રોડ, નટરાજનગર આવાસ યોજના) અને સંજય ભીખાભાઈ પરમાર (ઉ.વ ૩૨ રહે. ખોડીયારપરા–૨ આજી જીઆઇડીસી ૮૦ ફુટ રોડ) ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી .૬.૬૦ લાખની કિંમતના આ ૯ મશીન કબજે કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વિશાલ ઉર્ફે અર્જુન અગાઉ અહીં શાંતિ હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને હાલમાં પણ તે કયારેક અહીં આવતો જતો રહેતો તે ડોકટરના ફલેટ સફાઈકામ માટે અવારનવાર જતો હોય જેથી તેની પાસે લેટની ચાવી હોય દરમિયાન ડોકટર અમેરિકા ગયા હોવાની જાણ થતા તેણે પોતાના મિત્ર કરણ સાથે મળી ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો. એટલે મશીન ચોરી કર્યા બાદ તેણે આ મશીન પોતાના મિત્ર સંજય પરમારના ઘરે છુપાવી દીધા હતા. સંજય પણ અગાઉ હોસ્પિટલમાં નોકરી કરતો હોય પરંતુ હાલ બેકાર હોય તેને પૈસાની લાલચમાં આ મશીન અહીં સાચવ્યા હતા. આરોપીઓ પૈકી વિશાલ વિદ્ધ અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂકયો છે. આ કામગીરીમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ વનરાજભાઈ લાવડીયા સહિતનાઓ સાથે રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech