સુરતના કોસંબા પોલીસ મથકમાં ફરજ બજાવતા તળાજાના પૂર્વ પોસઈ રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં

  • November 10, 2023 07:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકના પૂર્વ અને હાલ સુરતના કોસંબા પોલીસ મથકમાં ફરજ નિયુક્ત પોસઈને સુરત એસીબીએ રૂપિયા ૫૦હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ઉપલબ્ધ વિગતો મુજબ સુરતના કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના આરોપીને તપાસ દરમિયાન હેરાન-પરેશાન નહીં કરવા પેટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જશમતભાઇ ખાતાભાઇ મુળીયા (જે. કે. મુળીયા, (ઉ.વ.૫૧, પો.સ.ઇ. વર્ગ-૩ પાલોદ પોલીસ ચોકી કોસંબા પોલીસ સ્ટેશન જી.સુરત, રહે. બી-૧/૫૦૧, શીવાંજલી દ્રીમ, સિગ્નેટ મોલની સામે કામરેજ જી.સુરત.)એ ફરીયાદી સામે કોસંબા પોલીસ પોલીસ મથકમાં નોંધાયેલા ૪૦૬,૪૨૦ના ગુનાની તપાસના કામે ફરીયાદીને હેરાન પરેશાન નહી કરવા માટે ફરીયાદી પાસે રૂ.૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી પોસઈ લાંચની રકમ રૂ.૫૦,૦૦૦સ્વીકરવા જતા એસીબીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application