અકળ કારણોસર સલાયાની યુવતીએ ઝેરી દવા પીધી: મૃત્યુ

  • February 06, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28 મી જાન્યુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ ઈરફાનભાઈ આમદભાઈ ગજણએ સલાયા મરીન પોલીસને કરી છે. 


દેવળીયાના મહિલાના ઘરમાં પ્રવેશીને ચાર શખ્સો દ્વારા હુમલો


કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા ભાવનાબેન નથુભાઈ ડુવા નામના 35 વર્ષના પરિણીત આહીર મહિલાના રહેણાંક મકાનમાં ગઈકાલે બુધવારે સાંજના સમયે આ જ ગામના અરજન કાના ડુવા, મંજુબેન અરજનભાઈ હરદાસ કાનાભાઈ અને યોગેશ અરજનભાઈ નામના ચાર શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખીને કુહાડી અને લાકડીઓ વડે ઘરમાં અપપ્રવેશ કર્યો હતો. અહીં આરોપીઓએ ફરિયાદી ભાવનાબેનને બિભત્સ ગાળો કાઢી, માર મારતા આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં મહિલા સહિત તમામ ચાર આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application