રાજકોટ મનપા ૪૫ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપશે

  • March 29, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવનાર ૪૦૦ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ પૈકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૪૫ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ સ્થપાશે. દરમિયાન રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ અંગેની દરખાસ્તને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.

વિશેષમાં આ અંગે મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીનો મહતમ ઉપયોગ કરવા માટે ૪૦૦ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવા માટે ઇમ્પેલમેન્ટિંગ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આ કુલ ૪૦૦ મેગાવોટ કેપેસિટી અન્વયે ૧૫૦ મેગાવોટ કેપેસિટી ૧૫૭ નગરપાલિકાઓને તેમજ ૨૫૦ મેગાવોટ કેપેસિટી કુલ આઠ મહાનગરપાલિકાઓને ફાળવવામાં આવેલ છે.જે પૈકી ૪૫ મેગાવોટ કેપેસિટી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે.ઉપરોકત ૪૦૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટ માટે જીયુડીસીએલ દ્વારા મેં.જર્મી-ગાંધીનગરને ડેટા કલેક્શન અને ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરેલ છે. સબબ ૪૦૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટ અન્વયે આ કામે સમગ્ર પ્રોજેક્ટનું ફંડિંગ માટે કુલ ખર્ચ પૈકી રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પચાસ-પચાસ ટકાનાં પ્રમાણમાં ખર્ચ ભોગવશે.

સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાના ફાયદા

૧.મહાપાલિકાને ઓછી કિંમતમાં વીજળી મળશે

૨.સૌર ઉર્જાના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થશે

૩.પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભરતા ઘટશે

૪.પર્યાવરણ અનુકૂળ ઉર્જાનું ઉત્પાદન થશે

૫.રાજ્ય સરકાર અને યુએલબીના સમાન ફંડિંગથી નાણાકીય બોજ ઘટશે.

૬.મહાપાલિકાની કિંમતી જમીનનો બીજા કામમાં ઉપયોગ કરી શકાશે.

૭. સેન્ટ્રલાઈઝ પ્રોજેક્ટ કરવામાં આવતો હોય મેન્ટેનન્સ માટેના ખર્ચમાં પણ ઘટાડો થશે.

૮.સમગ્ર પ્રોજેક્ટનું કેપટીવ જનરેશન એકજ જગ્યાએ થતું હોય તેનું સેટઓફ વિજ વપરાશ સામે સરળતાથી કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application