ઇતિહાસમાં પ્રથમવાર ભરચોમાસે આજી–ન્યારી નર્મદાથી ભરાશે

  • August 12, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ચાલુ વર્ષમાં છેલ્લા ૧૦ વર્ષનો સૌથી ઓછો વરસાદ વરસતા તેમજ શહેરને પીવાનું પાણી પુ પાડતા મુખ્ય ત્રણ ડેમ આજી–૧, ન્યારી–૧ ને ભાદર–૧માં પણ વરસાદી પાણીની નહીંવત આવક થતા પાણી પ્રશ્ન સર્જાય તેમ હતો, અગમચેતીપૂર્વક સરકારમાં રજુઆત કરી રાજકોટના જળાશયોમાં સૌની યોજનાનું નર્મદાનીર માંગવામાં આવ્યું હતું, સરકારે તુરતં જ માંગણી ગ્રાહ્ય રાખી નર્મદાનીર છોડું હતું જે આજે રાજકોટના આજી ડેમ ખાતે આવી પહોંચતા શાસકોએ નર્મદાનીરના વધામણાં કર્યા હતા. એકંદરે હવે રાજકોટમાં વરસાદ આવે કે ન આવે, ડેમોમાં વરસાદી પાણીની આવક થાય કે ન થાય હવે રાજકોટમાં પાણીકાપ નહીં આવે તેની પાકી ગેરંટી છે.

રાજકોટ શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર સરકારમાં આજી–૧ ડેમ માટે ૪૦૦ તથા ન્યારી–૧ માટે ૩૫૦ એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવી હતી જેના અનુસંધાને સરકાર દ્રારા મહાનગરપાલિકાની નર્મદા પાણીની માંગણી ખુબ જ ટુંકા સમયગાળામાં મંજુર કરી, પાણીની ફાળવણી કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે પ્રથમ આજી–૧ ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે જેને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ હર્ષભેર વધામણાં કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાય સરકારનો આભાર વ્યકત કર્યેા હતો. આજી ડેમ નર્મદાનીરથી ભરાય ત્યારબાદ ન્યારી ડેમ ભરવાનું શ કરાશે.

હાલ આજી–૧ ડેમની કુલ સપાટી ૨૯ ફટ સામે હાલ ડેમમાં ૧૯.૩૨ ફટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. યારે ન્યારી–૧ ડેમની જથ્થા સંગ્રહ સપાટી ૨૫.૦૯ ફટ સામે, ન્યારી–૧ ડેમમાં ૧૪.૨૭ ફટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.આગામી સમયમાં, શહેરીજનોને પાણીની સમસ્યા ન રહે તે માટે આગોત આયોજન કરી, રાજકોટ મહાપાલિકા દ્રારા રાય સરકાર સમક્ષ નર્મદા નીર આપવા માંગણી કરતા સરકાર દ્રારા આજી–૧ ડેમમાં ૪૦૦ તથા ન્યારી–૧ માટે ૩૫૦ એમસીએફટી પાણીનો જથ્થો પુરો પાડવામાં આવનાર છે. દરમિયાન આજે સવારે આજી–૧ ડેમ ખાતે નર્મદા નીરનું આગમન થતા તેના વધામણા કરવા માટે આજી–૧ ડેમ સાઇટ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા તથા રાજકોટ મહાનગરાપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જીનીયર કે.પી.દેથરિયા, ડેપ્યુટી એન્જિનિયર દિવ્યેશ ત્રિવેદી તથા અન્ય અધિકારી–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ મહાનગરપાલિકાનાં શાસકોએ જણાવ્યું હતું કે શહેરીજનોને નિયમિત ૨૦ મિનિટ પાણી પુ પાડવા સતત પ્રયત્નશીલ અને કાર્યરત છે. કોઈપણ સંજોગોમાં પાણી પૂરવઠો જળવાઈ રહે તે માટે રાજકોટ મહાપાલિકાના શાસકો સતત પ્રયત્નશીલ અને કટ્ટીબધ્ધ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News