શેરડીના રસના ચિચોડા માટે ફૂડ લાયસન્સ ફરજિયાત

  • February 23, 2023 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમ મુજબ શેરડીના રસના ચિચોડાના ધંધાર્થીઓએ પણ ફરજિયાત ફૂડ લાયસન્સ લેવાનું હોય છે પરંતુ મોટાભાગના ધંધાર્થીઓ લાયસન્સ વિના જ ધંધો કરતા હોય છે, દરમિયાન આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે શહેરમાં શેરડીના રસના ચિચોડા, આઇસ્ક્રીમ, ઠંડાપીણાં સહિતની 19 દુકાનોમાં ચેકિંગ કરાયું હતું અને 24 સેમ્પલ લેવાયા હતા તેમજ આઠને લાયસન્સ લેવા નોટિસ આપી હતી અને બે સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલાયા હતા.

તદ્દઉપરાંત ગ્રાહકોને કાચના પ્યાલામાં શેરડીનો રસ આપવો પણ ગેરકાયદે છે અને પ્લાસ્ટિકના પ્યાલામાં અપાતો હોય તો તે પ્યાલા 120 માઇક્રોનથી વધુ જાડાઇના હોવા જરૂરી છે. શેરડીના રસના ચિચોડા રોગચાળાનું ઘર બને તે પૂર્વે આગામી દિવસોમાં નવનિયુક્ત આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી જન આરોગ્યના હિતમાં શેરડીના રસના ચિચોડા ઉપર મેગા ડ્રાઇવ હાથ ધરે તેવી શકયતા હોવાનો નિર્દેશ મળ્યો છે. વિશેષમાં મહાપાલિકાના ફૂડ વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ફૂડ શાખાની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના 40 ફૂટ રોડ-વાવડી વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી તેમજ મસાલા, ડેરી પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડટક્સ, ઠંડા-પીણાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય-તેલ વગેરેના ફૂલ 24 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી તેમજ કુલ આઠ પેઢીને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.જેમાં જલારામ જનરલ સ્ટોરને લાઇસન્સ મેળવવા સૂચના, આશાપુરા ફરસાણને લાઇસન્સ મેળવવા સૂચના, આર.વી.અમુલ પાર્લરને લાઇસન્સ મેળવવા સૂચના, યોગી જનરલ સ્ટોર્સને લાઇસન્સ મેળવવા સૂચના, રૂપલ ફરસાણને લાઇસન્સ મેળવવા સૂચના, કોલ્ડ હાઉસને લાઇસન્સ મેળવવા સૂચના, નકલંક શેરડીનો રસને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, દ્વારકેશ રસ સેન્ટરને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તદ્દ ઉપરાંત મારુતિ કોઠી આઇસક્રીમ, ખોડિયાર જનરલ સ્ટોર, રામ ફાર્મસી, જગદંબા બેકરી, બેક એન્ડ ટેક બેકરી, મહાવીર કોલ્ડ્રિંક્સ, બજરંગ પાણિપુરી, દ્વારકેશ ડેરી ફાર્મ, દેવ કૃપા પ્રોવિઝન સ્ટોર, પટેલ પાન, આઇ નમકીન માર્ટની ચકાસણી કરવામાં આવી હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મિક્સ દૂધ લુઝનું સેમ્પલ નીલકંઠ ડેરી ફાર્મ, ગાયત્રી નગર મેઇન રોડ, નીલકંઠ એપાર્ટમેંટ શોપ નં,-6, રાજકોટ ખાતે તેમજ મિક્સ દૂધ લુઝનું અન્ય સેમ્પલ કેસર વિજય ડેરી ફાર્મ, ગાયત્રી નગર મેઇન રોડ,છેલ્લા બસ સ્ટોપ પાસે, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application