રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં ખાણીપીણીની ૨૮ દુકાનમાં ફડ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી ૧૩ પાસે ફડ લાયસન્સ નહોતું જેથી આ તમામ ૧૩ને વહેલી તકે ફડ લાયસન્સ મેળવી લેવા નોટિસ ફટકારવામાં આવી હતી. તદઉપરાંત પંજાબી–ચાઈનીઝ અને પાઉંભાજીની દુકાનમાં નવ કિલો વાસી મન્ચુરિયન અને પાઉંના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હત્પન્ડાઇ શોમ પાસે, ૮૦ ફટ રોડ, રાજકોટ મુકામે આવેલ જય માતાજી ચાઇનીઝ એન્ડ પંજાબી પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાધ મંચુરિયનનો અંદાજીત પાંચ કિલો જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હોન્ડાઇ શોમ પાસે, ૮૦ ફટ રોડ, રાજકોટ મુકામે આવેલ સાવરીયા પાઉંભાજી એન્ડ પુલાવ પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાધ પાઉંના પેકડનો અંદાજીત ચાર કિલો જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફડ વિભાગની ટીમ તથા ફડ સેફટી વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઉમિયા ચોક થી બાપા સીતારામ ચોક સુધીના તથા કુવાડવા રોડ ઉપર આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૨૮ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૩ ધંધાર્થીઓને ફડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી તથા ખાધ ચીજોના કુલ ૨૮ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી જેમાં (૧) ધોરાજી ગાંઠિયા રથ (૨) યમુના ફરસાણ (૩)ભગવતી શિખડં (૪)બજરગં ડેરી ફાર્મ (૫)સદગુ ડેરી ફાર્મ (૬) બાલાજી ઘૂઘરા (૭) પટેલ ચાઇનીઝ પંજાબી (૮) નટરાજ પાન (૯)જોકર ગાંઠિયા (૧૦) શકિત કોલ્ડિ્રંકસ (૧૧) ક્રિષ્ના પાણીપુરી (૧૨) મહાકાળી પાણીપુરી (૧૩) મારવાડી પાણીપુરી સહિતના ૧૩ને ફડ લાઇસન્સ મેળવવા નોટિસ ફટકારવામાં આવી હતી. તથા (૧૪)ધારેશ્વર ડેરી ફાર્મ (૧૫)બ્રહ્માણી ફરસાણ (૧૬)મિલન ખમણ એન્ડ ખીં (૧૭) શ્રીમંદિર કોલ્ડિ્રંકસ (૧૮) ખોડલ ફરસાણ (૧૯) ખોડિયાર જનરલ સ્ટોર્સ (૨૦) બાલમુકુન્દ ફરસાણ (૨૧) પટેલ ડાઈનીંગ હોલ (૨૨)હિમાલયા સોડા (૨૩) ડીએનએસ ડેઝર્ટસ એન્ડ શેક (૨૪ )કૈલાશ ભેળ (૨૫) બજરગં પાન એન્ડ કોલ્ડિ્રંકસ (૨૬) ચામુંડા ફરસાણ (૨૭) ડાયમડં શીંગ (૨૮) ધીરજ ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech