તાજેતરમાં રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચની ટીમ દ્રારા શહેરના ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર રૈયા ચોકડી ઓવરબ્રિજ પાસે આવેલા વેસ્ટ ગેઇટ કોમ્પ્લેકસમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ ફાસ્ટ ફડ પાર્લર્સમાં ફડ ચેકીંગ કરાયું હતું જેમાં યોર ચાઇનીઝ પંજાબી, કુલ્ચા કુઝીન, બર્ગર સિંગ, યુ.એસ.પીઝા, અમૃતસર હવેલી, અર્બન ખીચડી, ડોમિનોઝ પીઝા, પીઝા હટ, પિંડાઝી મીલ પિઝેરીયા પીઝા, સંકલ્પ રેસ્ટોરેન્ટ, ફ્રેંકી નેશન, બાલાજી થાળ, ગ્રેટ બ્રિટન વફલ, લા–પીનોઝ પીઝા અને હોકો ઇટરી સહિતના સ્થળે ફડ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી અને સરપ્રાઇઝ ચેકિંગ કયુ હતું.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતા એ જણાવ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર–ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ ફુડ સેટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગપે તથા તે અંતર્ગતના એસઓપી મુજબ હાલ તહેવારોને અનુલક્ષીને અલગ–અલગ ફડ કેટેગરીના ઉત્પાદક–વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ ફરસાણ–નમકીનના કુલ ૨૫ નમુના પૃથ્થકરણ માટે ફડ લેબોરેટરીમાં મોકલાયા હતા. તેમણે ઉમેયુ હતું કે ફડ વિભાગની ટીમ તથા ફડ સેફટી વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેઇટ, ૧૫૦ ફટ રિંગ રોડ, રૈયા ચોકડીથી સાધુ વાસવાણી રોડ સુધીના વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૩૩ ધંધાર્થિની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાંથી ૧૦ને ફડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી હતી જેમાં (૧) બિગ બેલી બર્ગર (૨) ટી–લોજી કાફે (૩) શિવાની સેલ્સ (૪) રવિ રેસ્ટોરેન્ટ (૫) ગંગોત્રી ડેરી (૬) રઘુવંશી વડાપાઉં (૭) બંસી પૂરી શાક (૮) રોયલ ભૂંગળા બટેટા (૯) રેવડી મદ્રાસ કાફે (૧૦) શ્રી ફડ ઝોન સહિતનો સમાવેશ થાય છે.
આટલી દુકાનોમાંથી લેવાયા આટલા સેમ્પલ
(૧) ભાવનગરી ગાંઠિયા: સ્થળ– હરભોલે ફરસાણ, ખીજડાવાળો રોડ,વિશ્વનગર મેઇન રોડ, મવડી
(૨) ફાફડા ગાંઠિયા:સ્થળ–જોકર ગાંઠિયા, કેનાલ રોડ
(૩) સેવ: સ્થળ–ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ, જે.કે.ચોક પાસે, યુનિ.રોડ
(૪) ફાફડા ગાંઠિયા: સ્થળ–યોગી ફરસાણ માર્ટ, સરદાર નગર મેઇન રોડ
(૫) તીખા ગાંઠિયા: સ્થળ–બહત્પચર સ્વીટ એન્ડ નમકીન, જે.કે. ચોક પાસે, યુનિ રોડ
(૬) ફાફડા ગાંઠિયા: સ્થળ–જય સિયારામ ફરસાણ, ઢોલરિયા નગર મેઇન રોડ, ગીતાનગર
(૭) નાયલોન સેવ: સ્થળ–કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ, સરદાર નગર મેઇન રોડ
(૮) ફાફડા ગાંઠિયા: સ્થળ–જલિયાણ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
(૯) બુંદી: સ્થળ–હરિકૃષ્ણ બેકરી એન્ડ નમકીન, સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ
(૧૦) તીખી સેવ બુંદી: સ્થળ–ભગવતી નમકીન, ગુપ્રસાદ ચોક પાસે, કૃષ્ણનગર મેઇન રોડ
(૧૧) સક્કરપારા: સ્થળ–શ્રી ગજાનદં જોધપુર નમકીન, જલગંગા ચોક પાસે, સતં કબીર રોડ
(૧૨) ફુલવડી: સ્થળ–રામદેવ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ
(૧૩) ચવાણુ:ં સ્થળ–રામદેવ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ
(૧૪) પાપડી: સ્થળ–ભગવતી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે
(૧૫) ચવાણુ:ં સ્થળ–શ્રી ઉમીયાજી ફરસાણ માર્ટ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ
(૧૬) સેવ: સ્થળ–વીર બાલાજી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે
(૧૭) ચવાણુ:ં સ્થળ–જય બાલાજી ફરસાણ માર્ટ, રૈયા ચોકડી પાસે, ૧૫૦ ફટ રિંગ રોડ
(૧૮) તીખા ગાંઠિયા: સ્થળ–વીર બાલાજી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે
(૧૯) સક્કરપારા: સ્થળ–શ્રીનાથજી ફરસાણ માર્ટ, સાધુ વાસવાણી રોડ
(૨૦) પૌવાનો ચેવડો: સ્થળ–ઉમિયાજી ફરસાણ, સાધુ વાસવાણી રોડ
(૨૧) ફુલવડી: સ્થળ–આંનદ સ્વીટ માર્ટ, ઇન્દિરા સર્કલ પાસે, યુનિ.રોડ
(૨૨) કેળાની વેફર્સ: સ્થળ–ખુશી લાઈવ કેળાં વેફર્સ, પટેલ વિહાર રેસ્ટોરેન્ટ પાસે, યુનિ.રોડ
(૨૩) ખારી બુંદી: સ્થળ–શ્રીનાથજી ફરસાણ, પ્રજાપતિનગર, પેડક રોડ
(૨૪) ચંપાકલી ગાંઠિયા: સ્થળ–ન્યુ ભારત સ્વીટ માર્ટ, પ્રજાપતિનગર, પેડક રોડ
(૨૫) પાપડી ગાંઠિયા: સ્થળ–જલારામ સ્વીટ એન્ડ નમકીન પ્રજાપતિનગર, પેડક રોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech