રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ આ તારીખ સુધી વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત

  • March 15, 2024 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ તા.31 મે 2024 સુધી વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત થઈ ગયુ છે. ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fssai.gov.in/ વેબસાઈટ પરથી વાર્ષિક રિટર્ન ભરી શકશે. 


વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદક, રિપેકર્સ, રિલેબલર્સએ તા.૩૧ મે, ૨૦૨૪ સુધીમાં ફોર્મ- ડી-૧માં વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત છે. ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fssai.gov.in/ વેબસાઈટ પર પોતના લાયસન્સ નંબર દ્વારા લોગ-ઈન કરી વાર્ષિક રિટર્ન ભરી શકશે. 


આ લોકોને મળશે મુક્તિ

ખાધપદાર્થનાં વેચાણ માટેનાં ડિસ્ટ્રીબ્યુટર, સપ્લાયર, રિટેઈલર, હોલસેલર, સંગ્રહકર્તા, ટ્રાન્સપોર્ટરને વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.


શ્રી કોશિયાએ વધુમાં જણાવ્યું છે કે, તા. ૩૧ મે બાદ તમામ ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓએ પ્રતિ દિન રૂ. ૧૦૦/- પેનલ્ટી ભરી વાર્ષિક રીટર્ન ભરી શકાશે. તમામ વેચાણકર્તાઓને પેનલ્ટી ન ભરવી પડે તે હેતુથી સમયસર વાર્ષિક રિટર્ન ભરી શકાય તે માટે તંત્ર દ્વારા દર વર્ષની ૩૧ મે સુધીમાં રિટર્ન ભરવા તાકિદ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News