દેખો ત્યાં ઠાર: મચ્છરનો અસહ્ય ત્રાસ નિવારવા શહેરમાં ફોગિંગ ઝુંબેશ શરૂ

  • October 28, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા આજથી તા.4 નવેમ્બર સુધી વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમીશન સિઝનને અનુલક્ષીને વન ડે થ્રી વોર્ડ શરૂ કરાઇ છે, ઝુંબેશના ભાગરૂપે શહેરના તમામ 18 વોર્ડમાં વ્હીકલ માઉન્ટ્ેન ફોગિંગ મશીન દ્વારા જાહેર સ્થળોએ ફોગીંગ ઝુંબેશ ચલાવવામાં આવશે. આજે વોર્ડ નં.1, 2 અને 4ના વિસ્તારોથી આ ઝુંબેશ શરૂ કરાઇ હતી.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલએ જણાવ્યું હતું કે, હાલમાં વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમિશન સિઝન છે તેમજ તાપમાન અને ભેજવાળા અનુકુળ વાતાવરણને કારણે મચ્છરોનો ઉ5દ્રવ રહે છે. આ વાતાવરણમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોના કેસો વઘુ નોંઘાય છે. વાહક જન્ય રોગોનું વઘુ ટ્રાન્સમિશન થતુ અટકાવવા દરેક સ્તરે સતત કામગીરી કરવામાં આવે તે હેતુસર વાહકજન્ય રોગ અટકાયતી માટે વન-ડે-થ્રી-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત ફોગીંગ કામગીરીનું ઝુંબેશ સ્વરૂપે આયોજન આજે તા.28થી આગામી તા.4 નવેમ્બર સુધી કરાયું છે.


આ ઝુંબેશ અંતર્ગત આજે તા.28થી વન ડે થ્રી વોર્ડ હેઠળ રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં વ્હીકલ માઉન્ટેાન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી હાથ ઘરવામાં આવશે. આ કામગીરી દરમ્યાવન વોર્ડના સંવેદનશીલ વિસ્તારો તથા સોસાયટીઓને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે. ઝુંબેશ દરમ્યાન વોર્ડની રોગચાળાની દ્રષ્ટિએ સંવેદનશીલ જણાય તેવી તમામ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application