કેરળના અલપ્પુઝાના કાલારકોડમાં કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં એમબીબીએસના પાંચ વિધાર્થીઓએ જીવ ગુમાવ્યા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા. જણાવવામાં આવી રહ્યું છે કે બસની સ્પીડ ખૂબ જ ઝડપી હતી, જેના કારણે તે કાર સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે ઘડીભર તો જોનારાઓના હૃદય હચમચી ગયા હતા. કાર ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. લોકો અંદર ફસાયા હતા. કારમાં ફસાયેલા લોકોને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પીડિતોની ઓળખ મુહસીન મુહમ્મદ, ઈબ્રાહીમ અને દેવન તરીકે થઈ છે, જેઓ વંદનમ મેડિકલ કોલેજના એમબીબીએસના પ્રથમ વર્ષના વિધાર્થીઓ હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું. કારના પતરા કાપ્યા બાદ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કાર્યમાં લાગેલા લોકોએ કટિંગ મશીન લાવવું પડુ.ં આ પછી, કારના ભાગો કાપી નાખવામાં આવ્યા હતા અને તેમાંથી મૃતદેહો અને ઘાયલ વિધાર્થીઓને બહાર કાઢી શકાયા હતા.
ગંભીર રીતે ઘાયલ બે વિધાર્થીઓને વંદનમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, મૃતકો કોઝિકોડ, કન્નુર, ચેરથલા અને લક્ષદ્રીપના રહેવાસી હતા. તે જ સમયે બસમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે. આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસ દ્રારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech