કુંભારવાડા,રામદેવનગરમાં પિતા-પુત્ર પર સામાન્ય બાબતે પાંચ શખ્સોનો હુમલો

  • September 21, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કુંભારવાડા, રામદેવનગરમાં રહેતા પિતાએ તેના પુત્રને આજ વિસ્તારમાં રહેતા શખ્સો સાથે બેસવાની ના કહેતા શખ્સોએ બોલાચાલી કરી ઉશકેરાઈ જઈ ધોકા સહિતના હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના કુંભારવાડા, રામદેવનગરમાં રહેતા ગોવિંદભાઇ કમાભાઈ ભાથી (ઉ. વ. ૫૨)એ બોરતળાવ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતાનો પુત્રઆજ વિસ્તારમાં રહેતા લાલો ઉર્ફે કુંભો, નરેશ ઉર્ફે ભગત, રમેશ ઉર્ફે અદો, બાયો બારૈયા અને ભગત ઉર્ફે કાળીયો સાથે બેસતો હોય પુત્રને આ લોકો સાથે બેસવાની ના કહેતા ઉપરોક્ત તમામે ઉશકેરાઈ જઈ ગાળો બોલી બોલાચાલી કરી હતી જે દરમ્યાન તમામે ઉશકેરાઈ જઈ સાયકલનું ચક્કર લગાવેલ ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરી પોતાને અને પુત્રને ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. ગોવિંદભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application