સિકકા નજીક બાઇક રેસ લગાવી જુગાર રમતા પાંચ પકડાયા

  • September 11, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2.22 લાખનો મુદામાલ કબ્જે લેતી પોલીસ

સિકકા પાટીયાથી બેડ ટોલનાકા સુધી બાઇક પર રેસ લગાવી જુગાર રમતા પાંચ શખ્સોને 2.22 લાખના મુદામાલ સાથે સિકકા પોલીસે પકડી લીધા હતા.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમારયાદવએ જામનગર જીલ્લાના પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પ્રોહી જુગારની પ્રવૃતી સદંતર બંધ કરવા અંગે નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ સિકકા પીએસઆઇ એ.વી. સરવૈયા,  સ્ટાફના હેડ કોન્સ જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અમુક ઇસમો મોટરસાયકલ  વડે જાહેર રોડ પર રેસ લગાવી પ્રથમ આવે તેને 500-500 પીયા આપવાની શરત લગાવી હારજીત કરે છે જેના આધારે બેડ નદીના પુલ પર વોચમાં રહીને ફુલસ્પીડમાં બેદરકારથી રેસ લગાવતા ઇસમોને પાંચ મોટરસાયકલ, 2500ની રોકડ, 4 મોબાઇલ મળી કુલ 2.22.500ના મુદામાલ સાથે પકડી લીધા હતા.


પોલીસ દ્વારા આ અંગે નાગાણી સરમત ભુંગાના અ.કાદર ઇલીયાઝ બારૈયા, નાગાણી સરમતના અસગર હુશેન સંઘાર, શબીર અબ્દુલ સુભણીયા, અલબાઝ અકબર હુંદડા અને ભગાડવાસના વસીમ આમીન ભગાડ નામના પાંચ શખ્સોની સામે ફરીયાદ કરી અટકમાં લીધા હતા. આ કાર્યવાહી સિકકા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application