જામજોધપુરના વેરાવળ ગામમાં ગંજીપાનાનો જુગાર રમતા પાંચ પકડાયા

  • July 03, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે શખ્સ ફરાર : ૧૧ હજારની મત્તા જપ્ત

જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાંથી ગંજી પાના વડે હાર જીતનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે જ્યારે બે આરોપીને ફરારી જાહેર કરાયા છે.
જામજોધપુરના પીએસઆઇ વાય. બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના દિલીપસિંહ જાડેજા, રુષીરાજસિંહ વાળા તથા માનસંગ ઝાપડીયાને બાતમી મળેલ કે વેરાવળના જાંબુડી વાડી વિસ્તાર પાસે કેટલાક શખ્સો તિનપતીનો જુગાર રમે છે જે બાતમીના આધારે તાલુકાના વેરાવળ ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા હનીફ ઇબ્રાહીમભાઇ બેગ-સંધિ, ખાટકી પાડાના બસીર ઉર્ફે દાઢી અહેમદ સમા, ચોખંડા ગામના કાના અરજણ ભાટુ, મોટી ગોપના અબુ ઉર્ફે ટાલીયો ગુલમામદ ઘોઘા, લીમડાચોકના ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીની પોલીસે અટકાયત કરી તેઓ પાસેથી ૧૧૩૫૦ ની રોકડ રકમ કબજે કરી છે. આ ઉપરાંત દરોડા સમયે હનીફ મહમદભાઈ રાવકડા અને હુશેન અલારખા રાવકડા આ બંને ભાગી છૂટયા હોવાથી પોલીસ તેને શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application