જામનગર નજીક રાવલસરમાં પાના ટીંચતા પાંચ પકડાયા

  • July 12, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૩ હજારની રોકડ કબ્જે : ગીંગણી રોડ પર ત્રણ વર્લીબાઝની અટક

જામનગર નજીક સરમત પાટીયા પાસે આવેલ રાવલસરમાં તિનપતીનો જુગાર રમતા વેપારી, દલાલ સહિતના પાંચ ઇસમોને ૨૩ હજારની મતા સાથે પોલીસે પકડી લીધા હતા, જયારે જામજોધપુરના ગીંગણી રોડ પર ત્રણ વર્લીબાજ ઝપટમાં આવ્યા હતા.
જામનગર તાબેના સરમત પાટીયા પાસે ચંદરીયા સ્કુલ સામે રાવલસર ગામમાં જાહેરમાં કુંડાળુ વાળીને તિનપતીનો જુગાર રમતા રાવલસરના અને દલાલીનું કામ કરતા લખમણ દેવા વાલાણી, ખેતીકામ કરતા રામ રણમલ રાજાણી, વેપારી રાણશી કરશન રાજાણી, જામનગરના પેલેસ ગ્રાઉન્ડ સામે બેડમીન્ટન સોસાયટી સામે રહેતા કેશવલાલ માધવજી રાયચુરા સહિત પાંચેયને રોકડા ૨૩૮૦૦ અને ગંજીપતા સાથે સિકકા પોલીસે દરોડા દરમ્યાન દબોચી લીધા હતા.
બીજા દરોડામાં જામજોધપુર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કોન્સ. અશોક ગાગીયા તથા માનસંગ ઝાપડીયાને સંયુકત બાતમી મળેલ કે ગીંગણી રોડ પર જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાય છે આથી દરોડો પાડી વર્લીનો જુગાર રમતા રામવાડી-૩માં રહેતા વેપારી સુભાષ પ્રેમજી ઘરસડીયા, ગોકુલનગરના ભરત નાનજી શાપરીયા અને માકડીયાવાડી શેરી નં. ૫માં રહેતા પંકજ રતી લાડાણીને રોકડ ૧૦૧૧૦ અને આંકડા લખેલી કાપલી સાથે પકડી લીધા હતા, જેમાં કપાત લેનાર જામજોધપુરનો દિપક ઉર્ફે દીપો જોગોનું નામ ખુલ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application