ફાયર સેફટી વિહોણી રાજકોટ મનપા કચેરી સૌથી પહેલા સીલ કરો: કોંગ્રેસ

  • June 13, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની મુખ્ય ઓફિસ અને તેની પેટા કચેરીઓ તેમજ કોર્પેારેશન હસ્તકના ૬૦૦ જેટલા સંકુલો અને મિલ્કતોમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર એનઓસી ન હોય આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી શહેરમાં સૌથી પહેલા મ્યુનિસિપલ કોર્પેારેશન કચેરીને સીલ કરવા માંગ કરાઇ હતી.

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડમાં બાળકો સહિત ૨૭ નિર્દેાષ નાગરિકો બળીને ભડથુ થઈ ગયાની ભયાનક દુર્ઘટના બાદ રાજકોટ મ્યુનિસીપલ કોર્પેારેશન દ્રારા શહેરમાં ફાયર સેફટીનું ચેકીંગ શ કરીને હાલ સુધીમાં ૬૦૦થી વધુ મિલ્કતોને ફાયર એનઓસી નહીં હોવા બદલ સીલ કરાયું છે જે અભિનંદનને પાત્ર છે અને આ કામગીરી બદલ નવિનયુકત મ્યુનિ.કમિશ્નર દેવાંગ પી. દેસાઇને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અભિનંદન પાઠવે છે સાથે જ રજૂઆત કરે છે કે ફાયર સેફટીના સાધનો વગરના અને ફાયર એનઓસી વગરના રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદેદારોએ આજે આવેદનપત્ર પાઠવી એવા મતલબની રજૂઆત કરી હતી કે કોર્પેારેશનની વોર્ડ ઓફીસો, ઝોનલ ઓફીસો, સિવિક સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને માધ્યમિક શિક્ષણ સીમતિની શાળાઓ સહિતની કોર્પેારેશનની ૬૦૦થી વધુ મિલ્કતો સંકુલોમાં ફાયર સેફટીના સાધનો કે ફાયર એનઓસી નથી આ બદલ જવાબદાર અધિકારીઓ અને ઇજનેરોને નોટીસ આપી કચેરીઓ–શાળાઓ–આરોગ્ય કેન્દ્રો સીલ કરો તેમ આવેદનના અંતમાં જણાવ્યું હતું


ચીફ ફાયર ઓફિસર સામે કેમ પગલાં નહીં?
ટીઆરપી ગેમઝોનના અિકાંડની તપાસમાં હાલ સુધીમાં અનેક અધિકારીઓ અને ઇજનેરોની બદલી થઈ છે તેમજ અમુકને સસ્પેન્ડ કરાયા છે પરંતુ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ બ્રાંચના વડા એવા ચીફ ફાયર ઓફીસર ઇલેશ ખેરને કેમ સસ્પેન્ડ કરાયા નથી ? શું બ્રાંચ હેડ તરીકે તેમની કોઇ જવાબદારી નથી ? આ મામલે જાહેર જનતા જોગ કમિશ્નર સ્પષ્ટ્રતા કરે કે ચીફ ફાયર ઓફીસર સામે શા માટે કોઇ શિક્ષાત્મક કાર્યવાહી કરાતી નથી તેમ કોંગ્રેસએ જણાવ્યું છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application