રિલાયન્સના રેસ્કયુ સેન્ટરની પ્રથમ તસવીરો

  • February 27, 2024 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ભાગોળે મોટી ખાવડીમાં આવેલ વિશ્ર્વની સૌથી મોટી ઓઇલ રીફાયનરીના વિસ્તારમાં રીલાયન્સના યુવા બીઝનેસમેન અનતં અંબાણીની પરીકલ્પનાથી ગ્રીન બેલ્ટમાં ૩૦૦૦ એકરમાં ફેલાયેલા વનતારાનો ઉદ્દેશ વૈશ્ર્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાન કર્તાઓમાં સ્થાન મેળવવાનો છે, અહિં વિશ્ર્વની સૈાથી મોટી અધતન એલીફન્ટ હોસ્પિટલ અને એનીમલ રેસ્કયુ સેન્ટર કાર્યરત છે, ૬૫૦ એકરમાં આકાર પામેલા રેસ્કયુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરમાં ૪૩ પ્રજાતીઓના ૨૦૦૦ થી વધુ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે, આ પ્રાણી સંગ્રહાલય નહિં સેવાલય છે તેવી લાગણી સંવેદનશીલ અને યુવા ડીરેકટર અનતં અંબાણીએ વ્યકત કરી હતી. પ્રાણીઓની દેખરેખ માટે કર્મચારીઓની ફૌજ, નિષ્ણાતં પશુ ચિકીત્સકોની ટીમ, પ્રાણીઓના ખોરાક માટે ખેતીવાડી અને અલાયદુ રસોડું તેમજ સારવાર માટે આધુનિક સાધનો, આયુર્વેદીક દવાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે, અત્યારસુધી અસંખ્ય પ્રાણીઓના રેસ્કયુ કરીને જીવ બચાવવામાં આવ્યા છે, અહિં અબોલ જીવ માટે શરૂ કરાયેલા સેવાયજ્ઞ અધતન સાધન–સુવિધાઓથી સુસ છે. અલબત આ એવું સંગ્રહાલય છે કે જયાં ખુદ જંગલના જાનવરોને રહેવાની ઇચ્છા થાય..., અહિંનો માહોલ અને પ્રાણીઓની સારસંભાળ, સારવાર જોતા લાગે કે ખરા અર્થમાં જીવદયા પ્રેમી અનંતભાઇના દિલમાં દયાનો દરીયો વહે છે







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application