ગઈકાલે રાત્રે સૈફ અલી ખાન પર તેમના ઘરે હુમલો થયો હતો. એક માણસ ચોરીના ઇરાદે તેના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છરીના 6 ઘા ઝીંકી હુમલો કર્યો હતો. હવે હુમલો કરનાર શંકાસ્પદ શખસની તસવીર સામે આવી છે. તે સીડી પરથી ભાગતો સીસીટીવીમાં કેદ થયો છે. હાલમાં, 10 પોલીસ ટીમો આ મામલાની તપાસમાં રોકાયેલી છે.
હુમલાખોર પોતાની પીઠ પર બેગ લઈને ભાગતો નજરે પડી રહ્યો છે. આ સીસીટીવી ફૂટેજ રાત્રે 2:33 વાગ્યાના છે. આ ફૂટેજના આધારે મુંબઈ પોલીસ તેને શોધી રહી છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. તેના ઘરનું સ્થાન પણ શોધી કાઢવામાં આવ્યું છે. પોલીસ તેના ઘરે પણ ગઈ, પણ તે ઘરે નહોતો. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. 10 પોલીસ ટીમો ઉપરાંત, 8 ક્રાઈમ બ્રાન્ચ ટીમો પણ આ કેસની તપાસ કરી રહી છે.
સૈફને ક્યાં ક્યાં ઈજા થઈ?
લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું છે કે, છરીનો એક ભાગ સૈફ અલી ખાનની કરોડરજ્જુમાં ફસાઈ ગયો હતો, જેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, છરી તેમના કરોડરજ્જુમાં ઘૂસી ગઈ હોવાથી તેમના છાતીના કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે. છરી કાઢવા અને કરોડરજ્જુમાંથી પ્રવાહીનું લિકેજ રોકવા માટે સર્જરી કરવામાં આવી. તેના ડાબા હાથ અને ગરદનની જમણી બાજુએ બે અન્ય ઊંડા ઘા હતા, જે પ્લાસ્ટિક સર્જરી ટીમ દ્વારા સર્જરી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે સૈફ અલી ખાનની હાલત સ્થિર છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ સંપૂર્ણપણે ખતરામાંથી બહાર છે. અમે કાલે સવારે તેમને ICUમાંથી બહાર કાઢીશું અને કદાચ એક કે બે દિવસમાં તેમને રજા આપવાની યોજના બનાવીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech