મહાપાલિકામાં શિષ્ટ્રાચાર ! ફાયર સેફટી પ્લાન એપ્રુવલ–રિન્યુઅલ થશે ઓનલાઇન

  • December 19, 2023 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખામાં હવે શિષ્ટ્રાચાર થશે. ફાયર સેફટી પ્લાન અપ્રુવલ અને રિન્યુઅલ સહિતની તમામ કામગીરી ઓનલાઇન થશે. દરમિયાન આ અંગે નવનિયુકત મેનેજર આર.એમ.ગામેતી દ્રારા શહેરીજનોની જાણ અર્થે વિગતો જાહેર કરાઇ છે જે નીચે મુજબ છે.તા.૧૫–૧૨–૨૦૨૩ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્રારા ગુજરાત ફાયર સેફટી કમ્પાયલન્સ પોર્ટલ (ગુજરાત ફાયર સેફટી કોપ)નું અનાવરણ કરવામા આવ્યુ છે. આ પોર્ટલનો ઉદ્દેશ રાજયમાં ફાયર સેફટી ફ્રેમ વર્કને મજબુત કરવાનો છે. આ માટે ગુજરાત સરકાર દ્રારા તા.૧૩–૧૨–૨૩ના રોજ ગેજેટ બહાર પાડવામા આવેલ છે જે વિંિંાત:લીષરશયિતફરયુિંભજ્ઞા.શક્ષભજ્ઞક્ષયિંક્ષિંયિલીહફશિંજ્ઞક્ષત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.


જુના રેગ્યુલેશન રદ થઇ નવા રેગ્યુલેશન તા.૧૩૧૨૨૦૨૩ના રોજથી અમલીકરણ કરવામા આવેલ છે. સમગ્ર ગુજરાતમા ફાયર સેફટી સર્ટીફિકેટ એક સમાન એક જ પોર્ટલ થકી કરવામા આવશે.જે અન્વયે બિલ્ડીંગમા ફાયર સેફટી પ્લાન એપ્રુવલ અને ફાયર સેફટી સર્ટીફિકેટ એપ્રુવલ જે રાજકોટ ફાયર વિભાગ દ્રારા કરવામાં આવશે.ફાયર સેફટી સર્ટીફિકેટ રીન્યુઅલ ગુજરાત સરકાર દ્રારા તાલીમ પામેલા કવોલીફાઇડ થયેલા ફાયર સેફટી ઓફિસર દ્રારા જ કરવામા આવશે. આ પ્રાઇવેટ ફાયર સેફટી ઓફિસર  લીષરશયિતફરયુિંભજ્ઞા.શક્ષ વેબસાઇટ ઉપરથી સિલેકટ કરી શકશે.
ફાયર સેફટી સર્ટીફિકેટ રીન્યુઅલ (એન.ઓ.સી. રીન્યુઅલ) કરાવવા જવાબદારી ફકત ને ફકત જે તે પ્રીમાઇસીસના માલિકો, હોદ્દેદારો, સંચાલકો અને કબજેદારોની રહેશે.


ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવવા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્રરા ઓફલાઇન ફાઇલ ઇનવર્ડ બધં કરવામા આવેલ છે. હવે પછીથી ઋશયિ તફરયુિં ઙહફક્ષ ફાાજ્ઞિદફહ (ઋજઙઅ), ઋશયિ જફરયુિં ઈયિંિશરભફયિં આાજ્ઞિદફહ (ઋજઈઅ) અને ઋશયિ જફરયુિં ઈયિંિશરશભફયિં છયક્ષયફહ (ઋજઈછ) માટે ઓનલાઇન અરજી જ ગુજરાત રાજય સરકારના વિંિંાત:લીષરશયિતફરયુિંભજ્ઞા.શક્ષ પર કરવાની રહેશે. અને અરજદારે જો અરજી કરવામાં કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પ ડેસ્ક ન ૦૭૯૨૩૨૫૭૦૨૨ તથા ૦૭૯૨૩૨૫૭૦૪૦ પર સંપર્ક કરવાનો રહેશે અથવા ઇમેલ– વયહામયતસર તભજ્ઞાલળફશહ.ભજ્ઞળ આઇડી ઉપર પોતાની કવેરી મોકલી શકે છે. હવે પછીથી ફાયર વિભાગ તરફથી ફાયર સેફટી સર્ટીફિકેટ રીન્યુઅલ સંબંધી કાર્યવાહી કરવામાં આવનાર નથી. જેથી સમયસર ફાયર સેફટી સર્ટીફિકેટ કે રિન્યુઅલ મેળવવામાં જો કોઇ ચુંક રહેશે તો તેની સંપુર્ણ જવાબદારી જે તે માલિકો, હોદ્દેદારો, સંચાલકો અને કબજેદારોની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application