જામનગરમાં હવે ફાયર સેફટી સર્ટીફીકેટ ઓનલાઇન થઇ શકશે

  • December 28, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેપારીઓને, લોકોને ઓફીસમાં જવાની માથાકુટમાંથી રાહત મળશે

જામનગર શહેરની જાહેર જનતાને જણાવવાનું કે, તા.૧૫ ડીસેમ્બર ૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ફાયર સેફટી કમ્પ્લાયના પોર્ટલ (ગુજરાત કાયર સેફટી કોપ)નું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનો ઉદ્દેશ રાજ્યભરમાં ફાયર સેફટી ફ્રેમ વર્કને મજબુત કરવાનો છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા તા.૧૩ ડીસેમ્બર ૨૦૨૩ના રોજ ગેઝેટ બહાર પાડવામાં આવેલ છે. આ ગેઝેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
જુના રેગ્યુલેશન રદ થઈ નવા રેગ્યુલેશન તા.૧૩/૧૨/૨૦૨૩ ના રોજથી અમલીકરણ કરવામાં આવેલ છે, સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટી સર્ટીફીકેટ એક સમાન એક જ પોર્ટલ થકી કરવામાં આવશે બિલ્ડિંગમાં ફાયર સેફટીનું પ્લાન મંજુર કરવા અને  (જે હવે નવું નામ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ) મંજુરી ફાયર વિભાગ દ્વારા અપાશે.
ફાયર સેફટી સર્ટીફીકેટ રિન્યુઅલ ગુજરાત સરકાર દ્વારા તાલીમ પામેલ ક્વોલીફાઈડ ફાયર સેફટી ઓફિસર દ્વારા જ ઓન લાઈન પોર્ટલ થકી કરવામાં આવશે. ફાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ (એન.ઓ.સી. રીન્યુઅલ) કરાવવા જવાબદારી ફક્ત ને ફક્ત જે તે પ્રીમાઈસીસના માલિકો/હોદેદારો/સંચાલકો/કબજેદારોની રહેશે.
ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવવા જામનગર મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ઓફ લાઈન બંધ કરવામાં આવેલ છે, હવે પછીથી ઓનલાઈન અરજી ગુજરાત રાજય સરકારના પોર્ટલ પર કરવાની રહેશે અને અરજદારે જો અરજી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો ગુજરાત સરકારના હેલ્પ ડેસ્ક નં.૦૭૯૨૩૨૫૭૦૨૨ તથા ૦૭૯૨૩૨૫૭૦૪૦ પર ટેલીફોનીક સંપર્ક કરવો અથવા ઈમેઈલ આઈડી પર પોતીની ક્વેરી રજુ કરી શકશે.
હવે પછી જામનગર ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી સર્ટીફીકેટ રીન્યુઅલ કરવામાં આવનાર નથી. ગુજરાત સરકારના તા.૧૩ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ગેઝેટ અન્વયે ફાયર સેફટી સર્ટીફીકેટ/રીન્યુઅલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી આવી પ્રીમાઈસીસ /મિલકતનામાલિક /હોદદાર/ સંચાલક/કબજેદાર/વહીવટદાર ઈત્યાદીની રહેશે.
ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવવા/રીન્યુઅલ ન કરાવ્યેથી કોઈ દુર્ઘટના ઘટવાની સ્થિતિમાં તેની સંપૂર્ણ જવાબદારી આવી પ્રીમાઈસીસ/મિલકતના માલિક/હોદેદાર/ સંચાલક/કબજેદાર/વહીવટદાર ઈત્યાદીની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application