જી.જી. હોસ્પિટલની કેસ બારી પાસે શોર્ટ સર્કિટથી આગ

  • May 30, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયર બ્રિગેડે આગને બુઝાવતા લોકોમાં હાશકારો

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેસ બારી પાસે જ આવેલી ઈલેક્ટ્રીક વાયરની પેટીમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને વાયરો સળગ્યા હતા. જેથી હોસ્પિટલ પરિસરમાં હાજર રહેલા દર્દીઓમાં દોડધામ થઈ હતી. ફાયર બ્રિગેડ તથા અન્ય સ્થાનિક કર્મચારીઓએ સમય સૂચકતા વાપરીને આગને કાબુમાં લઈ લીધી હતી, તેથી હાશકારો અનુભવાયો છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેશબારી પાસે જ આવેલી ઈલેક્ટ્રીક વાયર ની પેટીમાં શોર્ટ સર્કિટ થયો હતો અને ઇલેક્ટ્રીક વાયર સળગવા લાગ્યા હતા. સવારે ૧૧ વાગ્યા ને ૧૦ મિનિટે આગનો બનાવ બન્યો હતો, તે સમયે હોસ્પિટલની કેશબારી સહિતના મુખ્ય હોલમાં સંખ્યાબંધ દર્દીઓ અને તેના સગા વહાલાઓ હાજર હતા, અને થોડો સમય માટે દોડધામ થઈ હતી. જે આગ ના બનાવ અંગે એક વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણકારી દેતાં ફાયર વિભાગની ટિમ સ્થળ પર પહોંચી ગઈ હતી, ઉપરાંત જી.જી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ ત્યાંજ લગાવવામાં આવેલા ફાયરના બાટલા ની મદદ લઈને આગને કાબુમાં લઈ લીધી હતી. આગ સમયસર કાબુમાં આવી જતાં સર્વે લોકોએ હાશકારો અનુભવ્યો હતો, અને ફાયર શાખાની ટુકડી પરત ફરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application