જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવીડ વિભાગમાં ફાયર શાખાની મોકડ્રીલ યોજવામાં આવી હતી, અને નિર્ધારિત સમય દરમિયાન આગ બુઝાવવા અંગેની કામગીરીનું નિદર્શન યોજાયું હતું, જેમાં પોલીસ વિભાગ, સિક્યુરિટી વિભાગ, અને જી.જી. હોસ્પિટલના તબિબ તથાય પેરા મેડિકલ સ્ટાફ વગેરે જોડાયા હતા.
જામનગર મહાનગરપાલિકાના ફાયર શાખાના કંટ્રોલ વિભાગમાં ગઇકાલે સવારે શહેરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડ માં આગ લાગી હોય તેવો ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળતાં તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર સાથેનો કાફલો જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં લાગેલી આગને બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
અંતે આ સમગ્ર કામગીરીને મોકડ્રીલ જાહેર કરી હતી , જે દરમિયાન જી. જી. હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક અસરથી લાગેલી આગને કાબુમાં કઈ રીતે લેવી તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ,
જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ ના માર્ગદર્શન મુજબ દર મહિને ફાયર શાખા દ્વારા આ રીતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવે છે, આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનની રાહબરી હેઠળ ફાયર શાખાના સ્ટાફે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech