@aajkaalલોકસભા ૨૦૨૪ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે ૮ રાયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૫૭ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ ૧૩, હિમાચલ પ્રદેશની ૪, ઉત્તર પ્રદેશની ૧૩, પશ્ચિમ બંગાળની ૯, બિહારની ૮, ઓડિશાની ૬ અને ઝારખંડની ૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાનના આ તબક્કા સાથે, ૧૯ એપ્રિલથી શ થયેલી ચૂંટણીના તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ થશે. ગયા મહિનાની ૧૯મી તારીખે શ થયેલી વિશ્વની સૌથી મોટી વોટિંગ મેરેથોન, છેલ્લા તબક્કાના મતદાન સાથે ભવ્ય સમા થશે, જેમાં ૪૮૬ લોકસભા બેઠકો માટે ૬ તબક્કામાં મતદાન થઈ ચૂકયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાતમા તબક્કાની ચૂંટણીમાં ૯૦૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ૮૦૯ પુષ અને ૯૫ મહિલા ઉમેદવારો છે.આ ચૂંટણીમાં પણ અનેક હાઈપ્રોફાઈલ નેતાઓનું ભાવિ દાવ પર છે. જેમાં હમીરપુરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ડાયમડં હાર્બરથી મમતા બેનજીર્ના ભત્રીજા અભિષેક બેનર્જી પાટલીપુત્રથી લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી અને હિમાચલ પ્રદેશની મંડી સીટથી અભિનેત્રી કંગના રનૌતનો સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે, યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય સાથે થશે. અજય રાયે ૨૦૧૪ અને ૨૦૧૯માં પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી પણ લડી છે.
વારાણસીમાં બીએસપી તરફથી અથર જમાલ લારી, યુગ તુલસી પાર્ટીના કોલિસેટ્ટી શિવ કુમાર, અપના દળ (કમેરવાડી)ના ગગન પ્રકાશ યાદવ પીએમ મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય દિનેશ કુમાર યાદવ અને સંજય કુમાર તિવારી પણ મેદાનમાં છે.
૧૦ કરોડથી વધુ મતદારો
૧૯ એપ્રિલથી શ થયેલી ચૂંટણીની મોસમ આજે સમા થશે. અત્યાર સુધીમાં ૨૮ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૮૬ બેઠકો પર મતદાન થયું છે. સાતમા તબક્કામાં ૧૦.૦૬ કરોડ મતદારો છે. જેમાં ૫.૨૪ કરોડ પુષ અને ૪.૮૨ કરોડ મહિલા મતદારો છે. આ તબક્કામાં ૩,૫૭૪ ટ્રાન્સજેન્ડર મતદાતા પણ છે.આજે દેશના કુલ ૧.૦૯ લાખ મતદાન મથકો પર મતદાન થશે.
કયા તબક્કામાં કેટલું મતદાન થયું?
– પ્રથમ તબક્કો (એપ્રિલ ૧૯): ૬૬.૧૪%
– બીજો તબક્કો (૨૬ એપ્રિલ): ૬૬.૭૧%
– ત્રીજો તબક્કો (૭ મે): ૬૫.૬૮%
– ચોથો તબક્કો (મે ૧૩): ૬૯.૧૬%
– પાંચમો તબક્કો (મે ૨૦): ૬૨.૨%
– છઠ્ઠો તબક્કો (૨૫ મે): ૬૩.૩૬
પ.બંગાળમાં ઈવીએમ પાણીમાં ફેંકી દેવાયા
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના કુલતાઈમાં બૂથ નંબર ૪૦, ૪૧ પર ટોળા દ્રારા ઈવીએમ અને વીવીપેટ મશીનોને કથિત રીતે પાણીમાં ફેંકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર, ટીએમસી સમર્થકો દ્રારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી છે. આનાથી રોષે ભરાયેલા ટોળાએ ઈવીએમ તળાવમાં ફેંકી દીધા હતા
એકિઝટ પોલ: કયારે સાચા પડા, કયારે ખોટા
દેશમાં ૧૮મી લોકસભાની ચૂંટણી માટે લગભગ અઢી મહિનાના જોરદાર પ્રચાર પછી હવે તમામની નજર આજના સાતમા અને અંતિમ તબક્કાના મતદાન પર કેન્દ્રિત છે. આઠ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૭ સંસદીય બેઠકો માટે ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન પૂર્ણ થયા બાદ સાંજે ૬ વાગ્યાથી એકિઝટ પોલ આવવાનું શ થઈ જશે. અલગ–અલગ ટીવી ચેનલો અલગ–અલગ એજન્સીઓની મદદથી દેશને જણાવશે કે આગામી સરકાર કઈ પાર્ટી કે ગઠબંધન બનાવવા જઈ રહી છે.
એકિઝટ પોલ ચૂંટણી પરિણામોની ઝલક આપે છે. જો કે, આ સચોટ હશે કે નહીં તે પરિણામો પહેલા સ્પષ્ટ્ર કરી શકાય નહીં. ઘણી વખત આ આગાહીઓ સચોટ સાબિત થઈ છે, પરંતુ ઘણી વખત તે પરિણામોથી વિપરીત પણ છે. જો કે, આ બનવાની શકયતા ઓછી રહે છે.વિશ્વમાં એકિઝટ પોલિંગ નેધરલેન્ડમાં શ થયું. ૧૫ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ, ડચ સમાજશાક્રી અને ભૂતપૂર્વ રાજકારણી માર્સેલ વોન ડેમે એકિઝટ પોલનો પાયો નાખ્યો. અહીં યોજાયેલી ચૂંટણીના પરિણામો અંગે માર્સેલ વોન ડેમનું મૂલ્યાંકન એકદમ સચોટ નીકળ્યું.
ભારતમાં વર્ષ ૧૯૯૬માં એકિઝટ પોલની ઔપચારિક શઆત થઈ હતી. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્રારા આ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પત્રકાર નલિની સિંહે દૂરદર્શન માટે એકિઝટ પોલ કરાવ્યો હતો. આ માટેનો ડેટા સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્રારા એકત્રિત કરવામાં આવ્યો હતો. મતદાનમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ લોકસભાની ચૂંટણી જીતશે અને એવું જ થયું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech