ફિલ્મફેર એવોર્ડઃ આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, રાજકુમાર રાવ બેસ્ટ એક્ટર

  • April 29, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • 68મા ફિલ્મફેર એવોર્ડમાં ગંગુબાઇ કાઠિયાવાડી અને બધાઇ દો છવાઇ
  • બહુ ગાજેલી કાશ્મીર ફાઇલ્સને 7 કેટેગરી છતાં એક પણ એવોર્ડ ન મળ્યો


ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર 68મા ફિલ્મફેર અવોર્ડની જાહેરાત કરી દેવાઇ છે. જેમાં આલિયા ભટ્ટની ગંગુબાઇ કાઠિયાવાડી અને રાજકુમાર રાવની બધાઇ દોએ બાજી મારી લીધી. જ્યારે બજુ ગાજેલી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને 7-7 કેટેગરીમાં નોમિનેશન મળ્યા બાદ પણ એક પણ એવોર્ડ ન મળ્યો. જેથી અકળાયેલા એક્ટર અનુપમ ખેરે વાંધાજનક ટ્વીટ કરી દીધી. 


ફિલ્મફેર માટે રાજકુમાર રાવને બેસ્ટ એક્ટર અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસને અવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ ફિલ્મનો અવોર્ડ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને મળ્યો હતો. જ્યારે આ જ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ એનાયત કરાયો હતો. 'બ્રહ્માસ્ત્ર'ના ગીત કેસરિયા માટે અરિજીત સિંહને બેસ્ટ પ્લેબેક સિંગરનો અવોર્ડ મળ્યો હતો. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને વીએફએક્સ માટે પણ અવોર્ડ મળ્યો છે.


મુંબઈમાં 27 એપ્રિલની સાંજે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત સમારોહમાં સિતારાઓએ રેડ કાર્પેટથી લઈને સ્ટેજ પર ધમાલ મચાવી હતી. 2023ના ફિલ્મફેર અવોર્ડ્સનો હોસ્ટ સલમાન ખાન હતો. મંચ પર તેનો સાથ મનીષ પોલ અને આયુષ્માન ખુરાનાએ આપ્યો હતો.


 સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ 10 કેટેગરીમાં અવોર્ડ જીત્યા હતા જ્યારે હર્ષવર્ધન કુલકર્ણીની ફિલ્મ 'બધાઈ દો'એ ક્રિટિક્સ અવોર્ડ કેટેગરીમાં પોતાનો દબદબો દેખાડ્યો હતો અને છ અવોર્ડ પોતાના નામે કર્યા હતા. દિગ્ગજ એક્ટર પ્રેમ ચોપરાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 



68મા ફિલ્મફેર એવોર્ડસ વિજેતાની યાદી

બેસ્ટ ફિલ્મ- ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ ડાયરેક્ટર- સંજય લીલા ભણસાલી (ગંગુબાઈ કાઠિયાવાડી)
બેસ્ટ એક્ટર રાજકુમાર રાવ (બધાઈ દો)
બેલ્ટ એક્ટ્રેસ- આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ (મેલ)- અનિલ કપૂર (જુગ જુગ જિયો)
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ (ફીમેલ)- શીબા ચઢ્ઢા (બધાઈ દો)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)- ભૂમિ પેડનેકર (બધાઈ દો)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)- તબ્બુ (ભૂલભૂલૈયા 2)
બેસ્ટ મૂવી (ક્રિટિક્સ)- હર્ષવર્ધન કુલકર્ણી (બધાઈ દો)
બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ)- સંજય મિશ્રા (વધ)
બેસ્ટ ડાયલોગ- પ્રકાશ કાપડિયા અને ઉત્કર્ષણી વશિષ્ઠ (ગંગુબાઈ કાઠિયાવાડી)
બેસ્ટ સ્ક્રીનપ્લે- અક્ષત ઘિલ્ડિયાલ, સુમન અધિકારી અને હર્ષવર્ધન કુલકર્ણી (બધાઈ દો)
બેસ્ટ સ્ટોરી- અક્ષત ઘિલ્ડિયાલ અને સુમન અધિકારી (બધાઈ દો)
બેસ્ટ મ્યૂઝિક આલ્બમ- બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા (પ્રીતમ)
બેસ્ટ લિરિક્સ- અમિતાભ ભટ્ટાચાર્યા, કેસરિયા ગીત (બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)- અરીજીત સિંહ (કેસરિયા ગીત, બ્રહ્માસ્ત્ર)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)- કવિતા સેઠ (રંગ સારી ગીત, જુગ જુગ જિયો)
બેસ્ટ વીએફએક્સ- બ્રહ્માસ્ત્ર પાર્ટ વન



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application