જામનગરમાં ફિલ્મ સ્ટાર આયુષમાન ખુરાનાએ કરી જમાવટ

  • October 16, 2023 11:56 AM 

જામનગર-દેવભુમી દ્વારકાના સાંસદ પુનમબેન માડમના ખાસ આમંત્રણથી ગઇરાત્રે પ્રથમ નોરતે જાણીતા ફિલ્મસ્ટાર આયુષ્યમાન ખુરાના જામનગરના મહેમાન બન્યા હતા અને સાંસદની સાથે એમણે પ્રાચીન તથા અવર્ચિીન ગરબી અને દાંડિયારાસના સ્થળોની મુલાકાત લીધી હતી, ખેલૈયાઓમાં જોમ-જુસ્સો ઉભો કર્યો હતો, એક સ્થળે આયુષ્યમાન ખુરાનાએ કહયું હતું કે, હું પંજાબી છું, આ પહેલા મેં એક વખત અમદાવાદમાં ગરબા જોયા છે પરંતુ પ્રાચીન અને અવર્ચિીન ગરબી તથા દાંડીયારાસ પહેલી વખત મેં જામનગરમાં જોયા છે, આ માટે એમણે સાંસદનો આભાર પણ માન્યો હતો, ઠેકઠેકાણે આયુષ્યમાન ખુરાના સાથે સેલ્ફીઓ લેવા મહિલાઓ, બાળકોએ પડાપડી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application