રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ જિલ્લામાં અલગ અલગ ૯ દરોડામાં પોલીસે બે મહિલાઓ સહિત ૫૨ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા.
જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એલસીબીની ટીમે જેતપુરમાં દેવકીગાલોલ ગામની સીમમાં આવેલા રાજેશ્વરી પ્રિન્ટ નામના કારખાનાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા.જેમાં કેયુર સતાસિયા, દિનેશ કોશિયા, નરેશભાઈ કયાડા, અરવિંદ વઘાસિયા, હિતેશ ચૌહાણ, પંકજ હરખાણી, મહેન્દ્ર પાપરા, ભગવાનજી વાઘાણીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧.૫૯ લાખ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના અન્ય દરોડામાં જસદણ પોલીસ મથકના સ્ટાફને ગઢાળા ગામમાં આવેલા પરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા જેમાં પ્રકાશ મામેરીયા, મીઠા મામેરિયા, વાલજી બાવળીયા, કેહત્પર પાડાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૩૬૨૦ કબજે કર્યા હતા. ધોરાજી તાલુકા પોલીસે ઝાંઝમેર ગામે શકિતનગર સોસાયટી પાસે જુગાર રમતા કિશોર પરમાર,ભુપત ચૌહાણ અને રમેશ ઝીંઝુવાડીયાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ પિયા ૩૫૩૦ કબજે કર્યા હતા. ધોરાજી તાલુકા પોલીસ ધોરાજી જુનાગઢ રોડ પર કાના બાપાની કેબીન પાસે જાહેરમાં જુગાર રમતા ૭ શખસોને ઝડપી લીધા હતા. જેમાં અનિલ હિરપરા, કિરણ માવાણી, વિજય સાકરીયા, અજય દેગામા, અજય સેંજલીયા અને અશ્વિન હિરપરા તથા ભરત વૈષ્ણવનો સમાવેશ થાય છે.
જેતપુર તાલુકા પોલીસ અમરનગર ગામની સીમમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ઝવેર રામોતિયા, મનસુખ ભેસાણીયા, વિષ્ણુ વસોયા, કિશોર વેકરીયા, મહેશ ડોબરીયા, નિકુંજ વડાલીયા, મુકેશ મોરબીયા અને વિજય સાંગાણીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨૫,૪૦૦ કબજે કર્યા હતા.
જામકંડોરણા પોલીસે અહીં ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચારને ઝડપી લીધા હતા જેમાં મુકેશ જખાણીયા, નિલેશ પરમાર,કવિબેન લવજીભાઈ જખાનિયા અને જયશ્રીબેન સંજયભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૨,૪૩૦ કબજે કર્યા હતા.
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જસદણના ડુંગરપુર હનુમાનજી મંદિર પાસે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા દીપક રાઠોડ, રાજેશ રામાવત, યોગેશ રોજાસરા, મુકેશ વાળા, અશોક વાળા, જગદીશ યાદવ અને પ્રકાશ મંડીરને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૪,૨૦૦ કબજે કર્યા હતા.
સુલતાનપુર પોલીસે દેવળા ગામની સીમમાં જુગાર રમી રહેલા ૬ શખસોને ઝડપી લીધા હતા જેમાં ઘનશ્યામ ગોંડલીયા, મગન વાડોદરિયા, ભુપત બગડા, ભીખા પાનેલીયા, બાવલા ખટાણાનો સમાવેશ થાય છે. યારે અન્ય દરોડામાં સુલતાનપુરથી રણસીકી જવાના જુના રસ્તે જાહેરમાં જુગાર રમતા ભુપત ગોંડલીયા, વશરામ વાડોદરિયા, કાંતિ વઘાસિયા, મુકેશ સોંદરવા અને વિનુ મકવાણાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ પિયા ૧૪,૬૭૦ કબજે કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech