વલસાડના ઉમરગામની GIDCમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ભયનો માહોલ

  • February 05, 2023 05:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

વલસાડના ઉમરગામની એક GIDCમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જઈ રહ્યા હતા અને તેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.


પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમરગામની GIDCમાં ભીષણ આગ લાગી છે, આ આગ એટલી વિકરાળ છે કે તેની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી પ્રાથમિક માહિતી પ્રામાણે વલસાડની ઉમરગામમાં આવેલી એક મેટલ કંપીનીમાં આગ લાગ્યાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે. આગ લાગ્યાના કારણની વાત કરીએ તો હજૂ સુધી કારણ જાણવા મળ્યું નથી. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનીની ખબર સામે આવી નથી તેમજ પ્રાથમિક અનુમાન પ્રમાણે મોટા પ્રમાણમાં માલ-સમાનનો નુકસાન થયાની ચર્ચાઓ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application