વલસાડના ઉમરગામની GIDCમાં ભીષણ આગ લાગી, માલ-સમાનમાં મોટાપાયે નુકશાનની આશંકા

  • February 05, 2023 04:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 


વલસાડના ઉમરગામ GIDCમાં ભીષણ આગની ઘટના બની છે. GIDCમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. જો કે, ફાયર વિભાગની ટીમને જાણ કરતા તે પણ ઘટનાસ્થળે દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.


આ આગની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પાપ્ત માહિતી અનુસાર એક મેટલ કંપીનીમાં આગ લાગ્યાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ કંપનીમાં લાગેલી આગનું કારણ અજી સુધી જાણવા મળ્યું છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ ના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી અનુસાર ભારે નુકસાનની ચર્ચા થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application