મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે ઓખા-ભગત કી કોઠી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેની ટિકિટોનું બુકિંગ 9 ઓક્ટોબરથી
શરૂ કરવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 04806/04805 ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ (સાપ્તાહિક) [12 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 04806 ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ ઓખાથી દર રવિવારે 08.20 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 12.50 કલાકે પહોંચશે અને ભગત કી કોઠી બીજા દિવસે 03.00 કલાકે પહોંચશે. આ ટ્રેન 13 ઓક્ટોબર, 2024 થી 17 નવેમ્બર, 2024 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 04805 ભગત કી કોઠી–ઓખા સ્પેશિયલ ભગત કી કોઠીથી દર શનિવારે 10.30 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 23.00 કલાકે પહોંચશે અને ઓખા બીજા દિવસે 04.40 કલાકે પહોંચશે. આ ટ્રેન 12 ઓક્ટોબર 2024 થી 16 નવેમ્બર 2024 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરાન, જાલોર, મોકલસર, સમદડી, દુંદાડા અને લુણી સ્ટેશને ઉભી રહેશે.
આ ટ્રેનમાં AC 2 ટાયર, AC 3 ટાયર, AC 3- ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ ક્લાસ ના કોચ હશે. ટ્રેન નંબર 04806 નું બુકિંગ 9 ઓક્ટોબર, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech