રૂમની બારીમાંથી પડતું મૂકયું, લોખંડની અેંગલ તોડી નીચે પટકાયા

  • March 25, 2023 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયત ચોક નજીક એસપી કચેરી સામે આવેલી જસાણી બિલ્ડિંગના ચોથા મજલા પરની ડીજીએફટીની કચેરીના જોઈન્ટ ડાયરેકટર જે.એમ.બિશ્ર્નોઈએ કચેરીમાં જ આવેલી બારીમાંથી પડતું મુકયાનું અને નીચે રહેલી લોખંડ અેંગલ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા સાથે ભોં ભેગા થયા હતા.


ગઈકાલે સાંજે સીબીઆઈની ટીમે કચેરીમાં જ રેઈડ કરીને પાંચ લાખની લાંચ લેતાં જે.એમ.બિશ્ર્નોઈને પકડી પાડયા હતા. કચેરી સીલ કરીને રાતભર સ્ટેટમેન્ટ, તપાસ ચાલી હતી.
અમદાવાદથી આવેલી સીબીઆઈની ટીમ રાતભર ઓફિસ પર જ હતી એવી વાત છે કે, સવારે ટ્રેપ્ને લગતી કામગીરી પૂર્ણતાના આરે હતી એવા સમયે જ લાંચ લેતાં પકડાયેલા અધિકારી બિશ્ર્નોઈ ચોથા માળેથી નીચે પટકાયા હતા. કેવી રીતે નીચે પડયા તે મુદે ડીસીપી સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, બારીમાંથી નીચે પડતું મુકયું હતું. એસડીએમની હાજરીમાં ઈન્કવેસ્ટથી લઈને તમામ કાર્યવાહી કરાશે.

જે બિલ્ડિંગ પરથી પડતું મૂકયું હતું તે મમાં એસીની બારીમાં ગ્રીલ ન હોવાથી ત્યાંથી પડતું મુકયું હતું. બિલ્ડિંગના બારી સાઈડના કમ્પાઉન્ડમાં નીચે ફ નાખવા પ્રથમ માળ સુધીની લોખંડની ગ્રીલ બનાવાયેલી છે. ઉપરથી ગ્રીલ પર જ પડયા હતા. જેમાં લોખંડની એક અેંગલ પણ તુટી ગઈ હતી. માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી સંભવતપણે લોખંડની અેંગલ માથામાં ભટકાઈ હોય અને અધિકારી ધડાકાભેર અેંગલ પર પડયા હોવાથી વજનના કારણે અેંગલ તૂટી ગઈ હતી. નીચે લાઈટ પણ તુટીને પડી હતી. અધિકારી પણ પટકાઈને જમીન પર પડયા હતા. જયાં લોહીનું ખાબોચુયું ભરાઈ ગયું હતું. પ્ર.નગર પોલીસે બનાવ સ્થળ નિરિક્ષણ સાથે હાલ આપઘાતની ઘટનાની નોંધ સાથે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application