પિતા પોતાની જ દીકરી પર કરતો હતો બળાત્કાર, થઈ 20 વર્ષની સજા

  • June 01, 2023 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કર્ણાટકના દાવંગેરે જિલ્લાની એક અદાલતે એક વ્યક્તિને તેની જ પુત્રી પર બળાત્કાર ગુજારવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારી છે.જિલ્લાની POCSO ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતે બુધવારે આ આદેશ આપ્યો હતો. આ વ્યક્તિ લાંબા સમયથી તેની પુત્રીનું યૌન શોષણ કરતો હતો.


આ દર્દનાક ઘટનાની જાણ થતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. હરિહર ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

જેલની સજા ઉપરાંત જજ એન. શ્રીપદાએ આરોપી પર 12,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો અને રાજ્ય સરકારને પીડિતાને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application