ધારીના દલખાણીયા ગામે રહેતા યુવકને પડોશી પરિવારે તમે અમારી દીવાલની ઈંટો કાઢી કાણું કેમ પાડી નાખો છો કહી ઝગડો કરી ગાળાગાળી કરી ઢીકાપાટુનો મારમારી ગુી વડે હત્પમલો કરતા ઘા કાનના ભાગે લાગી જવાથી ઇજા થઇ હતી. યુવકને જતા જતા મારી નાખવાની ધમકી આપતા દંપતી અને તેના પુત્ર સામે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. જયારે સામાપક્ષે પણ પિતા–પુત્રોએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવતા ધારી પોલીસે મહિલા સહીત પાંચ સામે ગુનો નોંધ્યો છે.
દલખાણીયા ગામે રહેતા ભાવેશભાઈ ભીમજી માલવણીયા (ઉ.વ.૩૮) ના યુવકે ધારી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા મીઠાપુર (નકકી) ગામ જવાના રસ્તે દુકાને જતો હતો ત્યારે બાજુમાં રહેતા કિશોરભાઈ રાવજીભાઈ ડાભીએ રોકી તમે અમારી દીવાલની ઈંટો કેમ કાઢી નાખો છો અને દીવાલમાં કાણું કેમ પાડો છો કહી ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈને ભાવેશભાઈને ઢીકાપાટુનો મારમારવા લાગતા મેં બુમાબુમ કરી હતી આથી મારા ભાઈ અરવિંદભાઈ અને પિતા ભીમજીભાઈ આવી ગયા હતા દરમિયાન કિશોરભાઈનો છોકરો મહેશ અને કિશોરભાઈની પત્ની કંચનબેન ત્યાં આવી જતા મહેશે તેની પાસે રહેલી ગુીનો ઘા મારતા કાનના ભાગે ઇજા થઇ હતી ને કંચનબેન મારા ભાઈ અને પિતાને ગાળો આપવા લાગ્યા હતા. માણસોના ટોળા ભેગા થઇ હતા ત્રેણય ત્યાંથી જતા જતા મને ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયો હવે પછી સામે મળીશ તો જાનથી મારી નાખીસ. મને ઇજા થતા ધરી સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જયારે સામાપક્ષે કિશોરભાઈ રાવજીભાઈ ડાભી (ઉ.વ.૫૪)ના આધેડે ફરિયાદમાં ભાવેશ ભીમજીભાઇ માલણીયા તેનો ભાઈ અરવિદઅને પિતા ભીમજીભાઇના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મીઠાપુર નક્કી ગામના રસ્તે ઉભો હતો ત્યારે ભાવેશ ત્યાંથી નીકળ્યો હતો અને ઉભો રહી કહેવા લાગ્યો હતો કે, તું તારા ઘરની અગાસી ઉપર કેમ ચડે છે ?, તારે ત્યાં આવવું નહીં, અને અગાસીના મની બારી બધં રાખવાની અને ત્યાં વેલ્ડિંગ મારી દેજે કહી ગાળો આપવા લાગ્યા હતા મેં તેને ગાળો આપવાની ના પાડતા ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. દરમિયાન ભાવેશનો ભાઈ અરવિંદ અને તેના પિતા પણ ત્યાં આવી ગયા હતા અને લાકડીના બે ઘા માર્યા હતા. મને માર મારતા પત્ની અને પુત્ર પણ ત્યાં આવી હતા મને વધુ માર માંથી છોડવાયો હતો.અને પત્ની પુત્રને પણ ગાળો આપી હતી. મૂઢ ઇજા થવાથી ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech