સૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે

  • December 23, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પોરબંદર ઓખા દ્રારકા અને ભુજમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. યારે નલિયા ભાવનગર ડીસા વડોદરા અમદાવાદમાં ઠંડી ઘટી છે. પોરબંદરમાં બે ડિગ્રી તાપમાન નીચે ઉતયુ છે અને આજે ૧૨.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં અડધી ડિગ્રીના ઘટાડા સાથે આજનું તાપમાન ૧૨.૪ ડીગ્રી રહેવા પામ્યું છે.
નલિયા અને ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાનનો પારો આજે પણ સિંગલ ડિજિટમાં રહેવા પામ્યો છે નલિયામાં ૭.૯ અને ગિરનાર પર્વત ઉપર ૭.૮ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભવનાથ તળેટીમાં ૧૦.૮ અને જુનાગઢ શહેરમાં ૧૨.૮ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે.
ભુજમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૧.૨,અમરેલીમાં અડધો ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૪.૨ દ્રારકામા દોઢ ડિગ્રીના ઘટાડા સાથે આજે ૧૬ અને ઓખામાં મામુલી ઘટાડા સાથે આજે ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળમાં પણ સામાન્ય ફેરફાર સાથે આજે ૧૬.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમદાવાદ ડીસા વડોદરા અને સુરતમાં લઘુત્તમ તાપમાન વધ્યું છે. અમદાવાદમાં ૧૭.૮ ડીસામાં ૧૬.૩ વડોદરામાં ૧૯.૮ અને સુરતમાં ૨૦.૨ ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી લઘુતમ તાપમાન બે થી ચાર ડીગ્રી જેટલું ઐંચું જશે. વાતાવરણમાં ભેજના વધુ પ્રમાણ અને પૂર્વ દિશામાંથી ફંકાતા ઠંડા પવનના કારણે શિયાળાની સિઝનનો અહેસાસ થશે પરંતુ તાપમાનનો પારો ઐંચે ચડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application