કાલાવડ-જામનગર ધોરીમાર્ગ પર બનેલો બનાવઃ પરિવારમાં શોકનું મોજું
જામનગર જિલ્લાના કાલાવડ માં રણુજા રોડ પર પાણી ભરવા માટે જઈ રહેલા દસ વર્ષના એક બાળકને પુર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે હડફેટ માં લઇ કચડી નાખતાં ગંભીર રીતે ઘાયલ થયા પછી ઈજાગ્રસ્ત બનેલા બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામમાં રહેતા રઘુભાઈ સારીમભાઈ પંડત નામના ૪૦ વર્ષના રબારી યુવાનનો ૧૦ વર્ષનો પુત્ર નવઘણભાઈ ઉર્ફે કરમશીભાઈ કે જે ગત ૩.૧૨.૨૦૨૪ ના બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં કાલાવડ જામનગર ધોરી માર્ગ પર રણુજા નજીક પગપાળા ચાલીને પાણી ભરવા જઈ રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી. જે. -૩ એલ બી ૬૩૦૩ નંબરની કારના ચાલકે તેને હડફેટમાં લઈ લીધો હતો, આથી તેને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સૌ પ્રથમ જામનગરની અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે બાળકના પિતા રઘુભાઈ પંડતે કાર ના ચાલક સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech