હડમતાળામાં ખેતરની ફેન્સિંગમાં વીજવાયર પડતા શોક લાગતાં પિતાનુ મોત, પુત્ર ઘાયલ

  • July 15, 2024 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા પિતા પુત્ર બપોરે ખેતર ગયા હોય  ફેન્સીંગમાં વિજ કરંટ આવતો હોય પિતાને કરંટ નો જોરદાર જટકો લાગતા તેનું મોત નિપજ્યું હતુ. પિતાને બચાવવા દોડેલા પુત્રને પણ વિજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત બનતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.



પ્રાપ્ત વિગત મુજબ હડમતાળા રહેતા ઇલયાઝભાઈ ઓસમાણભાઈ પતાણી  ઉ.૪૮ અને તેમના પુત્ર અનિસભાઈ ઉ. ૨૨ સો બપોરના ૨ વાગ્યા પછી ધરેી જમીને હડમતાળાની સીમમાં  રણદેવી વિસ્તારમા આવેલી વાડીએ ખેતી કામ માટે જતા હતા તે દરમ્યાન વાડીના શેઢા  પાસે પીજીવીસીએલનો ૧૧ કે.વી. ચાલુ વીજ વાયર વાડી ફરતે કરેલ વાયર ની ફેનસિંગ પર પડતા આખા ખેતરમાં કરંટ આવતા વાડી માં પ્રવેશ  કરી રહેલા ઇલયાઝભાઈને વીજ કરંટ લાગતા ઘટના સ્ળે મોત નીપજ્યું હતું. જ્યારે ઇલયાઝભાઈ નો પુત્ર અનિસ પિતાને છોડાવા જતા તેને ને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત તા સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઇલયાઝભાઈના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.



ઇલયાઝભાઈના નાના ભાઈ અનવરભાઈએ પીજીવીસીએલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેઓ જણાવ્યું હતું કે આ બનાવ પહેલા પીજીવીસીએલ તંત્રને અનેક વાર મૌખિક રજુઆત કરી હતી કે વીજ તાર ઢીલા છે. તેને સરખા કરવા રજુઆત કરી હતી. પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.મૃતક ઇલયાઝભાઈને પરિવારમાં બે દીકરાઓ છે. ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News