કોડીનારના સાંઢણીધાર ગામના ખેડૂતો થયા પાયમાલ, બીજ નિગમનું બિયારણ નિષ્ફળ

  • November 22, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે ૨૫૦ વિદ્યા માં ખેડૂતો એ ઘઉં નું વાવેતર કર્યું પરંતુ ઘઉં ઉગ્યા જ નહિ કોડીનાર ખરીદ વેચાણ સંઘમાં થી ખરીદેલું બીજ નિગમનું ઘઉંનું બિયારણ લાવી વાવયું હોવાનો ખેડૂતો નો આરોપ હાલ તો ખેડૂતો વાવેલા ઘઉં પર ટ્રેકટર ફેરવી ખેતર ખાલી કરી રહ્યા છે અને હવે ખેડૂતો ફરી વાવેતર કરવા મજબૂર બન્યા છે.


ગીરનાં કોડીનાર ના ગીર વિસ્તાર નજીક આવેલા સાંઢણીધાર ગામ ના ખેડૂતો સાથે સાંઢણીધાર ગામના ખેડૂતો એ મગફળી અનેં સોયાબિંન નો પાક લણી શિયાળા ની શરૂઆત થતા જ ઘઉં નું વાવેતર કર્યું પરંતુ બે ત્રણ દિવસ બાદ ખેતર મા ઘઉં તો ઉગ્યા પણ માત્ર દસ થી વીસ ટકા બાકી નાં ઘઉં ના ઉગતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.સાંઢણીધાર ગામના મોટા ભાગ નાં ખેડૂતો ને ઘઉં ન ઉગતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ખેડૂતો નુ કેહવું છે કે તમામ ખેડૂતો એ કોડીનાર ખરીદ વેચાણ સંઘ માંથી બીજ નિગમ નું ઘઉં નું બિયારણ લીધું હતું જે પૈકી આશરે ૨૦૦ થેલી જેટલું બિયારણ નબળી ગુણવત્તા નું હોવાના કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ છે ખેડૂતો એ ૨૫૦ વીઘામાં વાવેલા ઘઉં પર ટ્રેકટર ફેરવી ખેતર ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને હવે ખેડૂતો ફરી વાવેતર કરવા મજબૂર બન્યા છે ખેડૂતો નુ કેહવું છે કે ખૂબ મહેનત કરી ખાતર બિયારણ સહિત નો એક વિઘે પાંચથી સાત હજાર ખર્ચ કરી ઘઉં વાવયા હતા અમે સોયાબીન નો પાક વહેચી ત્રણ વીઘા માં ૨૭ હજાર નો ખર્ચ કર્યો પણ વધુ પાણી માં ગયું.હવે રૂપીયા ગોતી ફરી બિયારણ લેવું પડશે હાલ તો સાંઢણીધાર ગામના ખેડૂતો ના બુરા હાલ થયા છે. 

ઘઉંનો પાક ૯૦ ટકા નિષ્ફળ
સાંઢણીધાર ગામના સરપંચ વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારા ગામના ૩૦થી વધુ ખેડૂતોએ વાવેલું ઘઉંનું બિયારણ જે ૯૦% નિષ્ફળ રહ્યું છે જેમાંથી મોટાભાગના ખેડૂતો નબળી પરિસ્થિતિના હોય આ બિયારણ નિષ્ફળ જવા થી તેઓ ની હાલત કફોડી બની છે.માટે સરકારને તાત્કાલિક આ અંગે સર્વે કરી નિગમ ઉપર આવું નબળું બિયારણ આપવા અંગે કાર્યવાહી કરી અમારા ગામના ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવાઇ તેવી માંગ કરીએ છીએ.

અમે સરકારને જાણ કરી: પ્રમુખ મોરી
કોડીનાર ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ દિલીપ મોરીએ જણાવ્યું હતું કે બીજ નિગમ નું જે બિયારણ આવ્યું હતું તે બરાબર ના હોવાના કારણે તેને નિગમે પરત ખેચ્યું પરંતુ અમુક બિયારણ વાવી દેવાયું જેથી મોટી મુશ્કેલી સર્જાય અમે ખેડૂતો ની રજૂઆત અમોએ સરકાર માં તેમજ નિગમ નેં જાણ કરી છે. અને મીડિયા ના માધ્યમ થી ફરી નિગમ ને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક નુકસાન થયેલ ખેડૂતોનું સર્વે કરી તાત્કાલિક યોગ્ય સહાય ચૂકવે તેવી વિનંતી પણ કરીએ છીએ.

નિગમ દ્વારા સર્વે કરી વળતર ચૂકવે
જ્યારે સાંઢણીધાર ગામના ખેડૂત પ્રદ્યુમનભાઈ ગોહિલે જણાવ્યું હતું કે અમારા ખેતરમાં ઘઉંનું બિયારણ જે નિષ્ફળ ગયું છે તેની ફરિયાદ કરતા નિગમના અધિકારીઓ આવી સ્થળ ચકાસણી કરી અને તેઓ પણ જોઈ ગયા છે કે ૯૦ ટકા બિયારણ ઉગવામાં નિષ્ફળ ગયું છે તેમ છતાં પણ નિગમના અધિકારીઓ દ્વારા અમોને કોઈ સંતોષકારક જવાબ કે વળતરની વાત કર્યા વગર માત્ર અલક ચલાણું ઓલે ઘેરે ભા નીતિ રમી અમને ધક્કા ખવડાવે છે ત્યારે અમો લાચાર અને બે બાંકડા બન્યા છે માટે સરકાર તાત્કાલિક અસરથી આ પ્રશ્ન ની ગંભીરતા સમજી અમોને પુરે પૂરું વળતર ચુકવે તેવી અમારી માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application