બખરલાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા રચ્યા નવા આયામ

  • February 07, 2025 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજના સમયમાં કેન્સર સહિતની બીમારીઓનું પ્રમાણ વધ્યુ છે ત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને બખરલાના ખેડૂત છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે ત્યારે તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે. 
પ્રાકૃતિક ખેતીથી રાજ્યના ખેડૂતોને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તરફ નવી દિશા મળી છે.અને લોકોને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં પ્રાકૃતિક ખેતી નિમિત્ત બની છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામના ખેડૂત સંજયભાઇ ખૂંટીએ પોતાના પરિવારજનો સહિતનાંને રાસાયણિક મુક્ત અને ઉત્પાદનો મળી રહે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. 
સંજયભાઈએ જણાવ્યું હતું. કે, પરિવાર માટે રસાયણો મુક્ત અન્ન ઉત્પાદનો મળી રહે તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ૮ વર્ષથી પ્રાકૃતિક ખેતીની શ‚આત કરીને ઘઉં, અજમાં, મગફળી સહિતનાં પાકોમાં પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી કરવાથી વધારે પડતા ખર્ચ કરવાની જ‚રિયાત રહેતી નથી તેના કારણે બચત વધુ થાય છે. 
વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્સર સહિતના ભયજનક રોગોથી બચવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવી જ‚રી છે. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનો ઉપયોગ કરીને ગાય આધારિત પાકૃતિક ખેતી કરવાથી જમીન ફળદ્રુપ બને છે અને જમીન ફળદ્રુપ બન્યા પછી જ‚રિયાત મુજબ જ જીવામૃત અને ઘન જીવામૃત આપવું પડે અને રોગોનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. 
તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા જ‚રી માર્ગદર્શન મળતું રહે છે અને જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application