ખેડૂતોની દિલ્હી કૂચ બે દિવસ માટે મોકૂફ: કિસાનોની બેઠક

  • February 22, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંજાબ અને હરિયાણાના ખેડૂતોની લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ માટેની માંગણીઓ ઉગ્ર બની છે તો બીજી તરફ સરકાર સાથેની વાટાઘાટો પણ પડી ભાંગતા આંદોલન તેજ બન્યું છે, તેવામાં ખેડૂતોના દિલ્હી કુચના પ્રયાસોને તોડી પાડવા હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ જવાબી કાર્યવાહી કરી હતી અને તેમાં ૧૨ પોલીસ અને ૫૮ ખેડૂતને ઇજા પહોચી તેમજ એકનું મોત થતા હવે ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે હમણાં ૨ દિવસ તે લોકો દિલ્હી કુચ નહી કરે.

લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કાયદેસરની ગેરન્ટીની માંગ સાથે આઠ દિવસથી શંભૂ અને દાતાસિંહ વાલા બોર્ડર પર ઉભા રહેલા ખેડૂતોએ બુધવારે સવારે દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યેા હતો. જવાબમાં હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ટીયર ગેસના શેલ છોડા અને રબરની ગોળીઓ પણ છોડી હતી. દાતાસિંહવાલા બોર્ડર પર ગોળીઓથી બે ખેડૂતો ઘાયલ થયા હતા, જેમાંથી ભટિંડાના બલોંકે ગામના યુવક શુભકરણ (૨૩)નું મૃત્યુ થયું હતું. સંગરના નવાગાંવના અન્ય એક ખેડૂત પ્રીતપાલ સિંહને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે.

પંજાબ અને હરિયાણાના ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે પોલીસ સાથેની અથડામણ દરમિયાન ૨૧ વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. જો કે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે. દરમિયાન, ખેડૂત સંગઠનોએ આગામી બે દિવસ ગુવાર અને શુક્રવાર માટે દિલ્હી તરફની તેમની કૂચ મોકૂફ રાખી છે. શુક્રવારે સાંજે ખેડૂત સંગઠનોની બેઠકમાં આગળની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.

ખેડૂતોનો દાવો છે કે શુભકરણનું મોત રબરની ગોળી માથામાં વાગવાને કારણે થયું હતું. અથડામણમાં ૫૨ ખેડૂતો અને ૧૨ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. શંભુ બોર્ડર પર છ ખેડૂતો ઘાયલ પણ થયા છે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરીથી ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કેન્દ્રના પ્રસ્તાવ પર ખેડૂત નેતાઓએ તેમની દિલ્હી કૂચ બે દિવસ માટે મોકૂફ રાખી છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંધેરે કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે વધુ વ્યૂહરચના જાહેર કરશે.

બુધવારે બપોરે લગભગ ૧ વાગ્યે દાતાસિંહવાલા બોર્ડર પર આંદોલને હિંસક વળાંક લીધો હતો. જીંદના પોલીસ અધિક્ષક સુમિત કુમારે જણાવ્યું હતું કે પંજાબના ખેડૂતો બુલડોઝરની મદદથી સરહદ પરના બેરિકેડસને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. યારે તેમને રોકવામાં આવ્યા હતા. ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ, વોટર કેનન અને લાઠીચાર્જનો પણ ઉપયોગ કરવો પડો હતો. આ ઉપરાંત અનેક ખેડૂતોએ પોલીસ પર તલવારો અને ધોકા વડે હત્પમલો પણ કર્યેા હતો. ખેડૂતો સાંજના ૫ વાગ્યા સુધી અનેકવાર બેરિકેડીંગ પાસે આવ્યા હતા અને તેને તોડવાનો પ્રયાસ કર્યેા હતો પરંતુ ટીયર ગેસના શેલ અને વોટર કેનનને કારણે તેઓએ પીછેહઠ કરવી પડી હતી.

ખેડૂત નેતાઓ પંધેર અને જગજીત સિંહ ડલ્લેવાલે સાંજે શંભુ બોર્ડર પર જાહેરાત કરી હતી કે હવે આવી સ્થિતિમાં સરકાર સાથે વાત કરવી યોગ્ય નથી લાગતી. આ પછી મોટી સંખ્યામાં યુવાનોએ ખેડૂત નેતાઓના નેતૃત્વમાં સરહદ તરફ આગળ વધવાનું શ કયુ. હરિયાણા તરફથી ડ્રોન દ્રારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂત આગેવાનો પંધેર અને ડલ્લેવાલની તબિયત પણ લથડી હતી.ખેડૂત આંદોલન ૨.૦ના મુખ્ય ચહેરા તરીકે ઉભરી રહેલા યુનિયન નેતા જગજીત સિંહ દલ્લેવાલની ગઈકાલે સાંજે અચાનક તબિયત બગડી હતી. તેમને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application