રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવથી સરેરાશ .૧૫૬થી લઇ .૫૦૬ના નીચા બજારભાવે ખેડૂતો મગફળી વેંચવા મજબુર બન્યા છે, સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ પ્રતિ ૨૦ કિલોના .૧૩૫૬.૬૦ પૈસા છે, યારે યાર્ડની હરાજીમાં ખેડૂતો પ્રતિ મણ દીઠ .૮૫૦થી ૧૨૫૦ના ભાવે વેંચાણ કરી રહ્યા છે. લેવાલીનો અભાવ અને નબળી ગુણવત્તા સહિતના કારણે ખેડૂતોની હાલત જાયે તો જાયે કહાં જેવી થઇ ગઇ છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વ્હેલી સવારથી યાર્ડ બહાર નવ કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હતી. મગફળીની ૧,૧૦,૦૦૦ ગુણી તથા કપાસની ૮૫૦૦ ભારીની આવક થઇ હતી. ખેડૂતોના ૯૦૦થી વધુ વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી મગફળી અને કપાસ ઉતરાઇ કરાવવામાં આવી હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા અને ડિરેકટર દિલીપભાઇ પનારા સહિતના બોર્ડ ઓફ ડિરેકટર દ્રારા આ ઉતરાઇની વ્યવસ્થા કરાઇ હતી.
યાર્ડના વર્તુળોએ જણાવ્યું હતું કે ઓઇલ મિલર્સ અને એકસપોર્ટર્સની લેવાલી ઓછી હોય ભાવ યથાવત રહ્યા છે, તદઉપરાંત પાછોતરા વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોય ગુણવત્તા પણ નબળી છે. મગફળીની આવક મબલખ છે પરંતુ રાજકોટ યાર્ડમાં દરરોજ ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ ગુણી મગફળીના સોદા થાય છે. આજે ૧,૧૦,૦૦૦ ગુણી મગફળીની આવક થઇ છે પરંતુ હવે તેનું વેંચાણ થતા આઠથી દસ દિવસ વિતી જશે. બીજી બાજુ હાલ લ ગાળામાં જરિયાતમદં ખેડૂતો તેમજ જેમની પાસે સંગ્રહની વ્યવસ્થા ન હોય તેવા ખેડૂતો ભાવ વધવાની રાહ જોવાને બદલે હાલ જે ભાવ આવે તે ભાવે મગફળી વેંચીને રોકડી કરવા ઉતાવળા બન્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech