પંજાબ–હરિયાણા બોર્ડર પર ફરી એકવાર ખેડૂતોનો જમાવડો વધવા લાગ્યો છે. છેલ્લા ચાર–પાંચ દિવસથી પંજાબમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સતત વિરોધ સ્થળ પર પહોંચી રહ્યા છે. ખેડૂતો પંજાબથી ટ્રેન દ્રારા આવી રહ્યા છે અને પછી નરવાના રેલ્વે સ્ટેશનથી ઓટો રિક્ષા દ્રારા ખનૌરી–પંજાબ–હરિયાણા બોર્ડર પર પહોંચી રહ્યા છે. ખેડૂતોની વધતી જતી સંખ્યાને જોતા વહીવટી તત્રં પણ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે.
હડતાળ પર બેઠેલા ખેડૂતોના જણાવ્યા મુજબ, ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે યાં સુધી સરકાર એમએસપી ગેરંટી કાયદો લાગુ નહીં કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવા અને આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે તેમની જમીન અને સંપત્તિ તેમના પરિવારને ટ્રાન્સફર કરી દીધી છે. મંગળવારે બપોરે ૧૨ વાગ્યાથી તેઓ આમરણાંત ઉપવાસ પર બેઠા કે તરત જ પંજાબ પોલીસે તેમની અટકાયત કરી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. યાં સુધી સરકાર ખેડૂતોની લોન માફ નહીં કરે અને એમએસપી ગેરંટી કાયદો લાગુ ન કરે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો તેમની માંગણીઓ માટે ખનૌરી અને શંભુ બોર્ડરથી પગપાળા દિલ્હી તરફ કૂચ કરી શકે છે પરંતુ હજુ સુધી ખેડૂત નેતાઓએ આ વાતની પુષ્ટ્રિ કરી નથી. જગજીત સિંહ ડલ્લેવાલ ભૂખ હડતાળ પર ઉતરે તે પહેલા જ પંજાબ પોલીસે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પંજાબ અને હરિયાણાની બંને બાજુ સરહદ પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. નરવાના નાયબ પોલીસ અધિક્ષક અમિત કુમાર પણ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી
રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech