જિલ્લામાં કમોસમી માવઠું વરસતા ખેડૂતો ચિંતામાં

  • November 26, 2023 12:29 PM 

ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કામોસમી વરસાદ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે જિલ્લાના અનેક તાલુકા મથકો પર કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદી માવઠું પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, ગારીયાધાર, જેસર, પાલીતાણા સહિતના ગ્રામ્ય મથકો પર હળવા થી ભારે વરસાદી ઝાપટું વરસ્યુ હતું. આ વરસાદને લઈને ભાવનગર, મહુવા, તળાજા સહિતના માર્કેટિંગ યાર્ડ ખાતે પણ વેપારીઓનો માલ પલળી જતા મોટી નુકસાની પહોંચી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પાંચ ગુણી જેટલી મગફળી, કપાસ તેમજ લાલ અને સફેદ ડુંગળીની ગુણી પાલડી જતા વેપારીઓને નુકસાની ભોગવી પડી હતી. જોકે હવામાન વિભાગની આગાહી બાદ માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતો અને વેપારીઓને પોતાનો માલ પોતાની જવાબદારી લાવવા અને પ્લાસ્ટિક ઢાંકીને રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી. બીજી તરફ ખેડૂતો માટે માવઠાને લઈને પડ્યા પર પાટુ સમાન પરિસ્થિતિ સર્જાય છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં ઉભેલો ડુંગળી, ઘઉં, બાજરી, ચણા, મકાઈ સહિતના રવિ પાકને વ્યાપક નુકસાની થવાનો ભય ખેડૂતોમાં ઉભો થયો છે. જ્યારે ભાવનગર શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application