રાજકોટના સરઘારમાં કમોસમી વરસાદને પગલે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત

  • October 27, 2024 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કમોસમી વરસાદના લીધે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે નુકસાની સહન નહીં કરનાર ખેડૂતે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.જો કે ખેડૂતે પાક નિષ્ફળ જવાને કારણે જ આત્મ હત્યા કરી છે કે અન્ય કોઈ કારણોસર આપઘાત કર્યો છે તેની પોલીસ તપાસ કરી રહી છે. આ કિસ્સા અંગે સામે આવેલ અને ચર્ચાતી વિગતો અનુસાર રાજકોટના સરધારના ખેડૂતે પોતાના ખેતરની અંદર કોથમીર અને મગફળી જવા પાકનો વાવેતર કરેલું હતું. જેમાં વરસાદને કારણે પાક નિષ્ફળ થતાં આ ખેડૂતે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું કહેવાય છે.


પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતે પોતાના ખેતરમાં કોથમીર અને મગફળીનું વાવેતર કરેલું હતું. અચાનક પડેલા ભારે વરસાદને કારણે પાક બરબાદ થઈ ગયો હતો. આર્થિક નુકસાની સહન ન કરી શકીને ખેડૂતે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાય છે.



આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. આવી ઘટનાઓ અટકાવવા માટે સરકારે ખેડૂતોને વીમા સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News