જેતપુરના ખીરસરામાં દંપતી પર કૌટુંબિક ભત્રીજાઓનો લાકડી વડે હુમલો: ધમકી

  • June 07, 2023 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા ખેડૂત દંપતીને શેઢા પાડોશી એવા કૌટુંબિક ભત્રીજાઓએ વાડીએ વાળો બાંધવા બાબતે માથાકૂટ કરી લાકડી વડે માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા રમણીકભાઈ ભીખાભાઈ કથીરિયા (ઉ.વ ૫૫) દ્વારા જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના કૌટુંબિક ભત્રીજા હરેશ પોપટભાઈ કથીરિયા, રાકેશ હરેશભાઈ કથેરીયા, કેતન હરેશભાઈ કથીરિયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી રમણીકભાઈને ખીરસરા ગામની ઉગમણી સીમમાં વાડી આવેલી હોય અને તેની બાજુમાં જ આરોપીઓની વાડી આવેલી છે દરમિયાન ગઈકાલ સાંજના ફરિયાદી પોતાની વાડીએ માટીનો પાળો બનાવ્યો હોય જે આરોપી હરેશ કથીરિયાએ વીખી નાખ્યો હતો આ બાબતે ફરિયાદીના પત્ની રમાબેન આરોપીને પાળો વિખવાની ના કહેતા આરોપીઓએ ફરિયાદી રમણીકભાઈ અને તેમના પત્ની રમાબેન સાથે બોલાચાલી કરી હતી.
​​​​​​​
બાદમાં આરોપીઓએ પતિ પત્ની બંને પર લાકડી વડે હુમલો કર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હુમલામાં રમણીકભાઈને માથામાં બે ટાંકા આવ્યા હતા. ત્યારબાદ આ મામલે તેમણે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૪, ૩૨૩,૫૦૬(૨) અને ૧૧૪ તથા જીપીએસ કલમ ૧૩૫ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application